ગરમીમાં ઠંડકનો અનુભવ કરાવતા આઈસી માસ્કની  જાપાનમાં શોધ

  • May 22, 2020 02:43 PM 235 views


ટેકનોલોજીના ક્ષેત્રે હંમેશા અગ્રેસર રહેતા જાપાણીઝો એ માસ્કમાં પણ એક નવી વેરાઈટી શોધી કાઢી છે જે સાંભળીને સૌને અચરજ થશે. હાલ ઉનાળાના દિવસો ચાલી રહ્યા છે ત્યારે જાપાનીઓએ ખાસ પ્રકારના એવા માસ્ક બનાવ્યા છે કે જેને આઈસી માસ્ક કહેવામાં આવે છે. આ માસ્ક ગરમીમાં ઠંડકનો અનુભવ કરાવે છે.


જાપાનમાં હાલ ૩૦ ડિગ્રીની આસપાસ ગરમી થઈ રહી છે, ત્યારે ગરમીથી બચવા માટે આ માસ લોકપ્રિય બની રહ્યા છે. આમ માસ્ક એવા  કપડા માંથી બનાવવામાં આવે છે,  અને આ માસ્કને પહેરીને ગરમી લાગતી નથી.


જાપાનમાં ઠેક ઠેકાણે વેન્ડિંગ મશીન મૂકી આ માસ્કનું વેચાણ થઈ રહ્યું છે. આ માસ્ક દ્વારા ગરમીમાં અંદર શ્વાસ લેવા માટે તકલીફનો અનુભવ થતો નથી.


આ માસ્કને વેન્ડિંગ મશીનમાં ચાર ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર રાખવામાં આવે છે. એક બેન્ડિંગ મશીન થી ૪૦૦ જેટલા માસ્કનું વેચાણ થાય છે. 


આ માસ્ક એક વખતના ઉપયોગ માટે ફાયદો કરે છે જ્યારે એક વખત ઉપયોગ થયા બાદ આ માસ્કની ઠંડક એટલી રહેતી નથી. ચીનના મીડિયામાં આ માસિકના વખાણ કરવામાં આવી રહ્યા છે.


હા માસ્કની કિંમત 6.5 યુએસ ડોલર છે એટલે કે આશરે  470 રૂપિયા કિંમત છે. આમ છતાં ગરમી સામે લડવા માટે બોડી સંખ્યામાં લોકો આમાં ખરીદી કરી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application