સરકારી યાદી મુજબ બુધવારે નવા 20 કેસ: જો કે ખાનગી હોસ્પીટલોમાં દર્દીઓની સંખ્યા મોટી

  • March 18, 2021 07:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જો સ્થિતી વધુ વિકટ બને તો રાત્રિ કરફ્યુની વિચારણા: રસીકરણ ઝૂંબેશ પણ વેગવંતી બનાવાશે

 


માત્ર ગુજરાત જ નહીં પરંતુ મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશમાં ફરી કોરોના સંક્રમણ વધી રહ્યુ છે. ગુજરાતમાં ચાર મહાનગરોમાં રાત્રિ કરફ્યુનો સમય પણ વધારી દેવાયો છે. અન્ય શહેરોમાં નવા કેસનાં આંકડાઓ મોટી સંખ્યામાં વધી રહ્યા છે પરંતુ ભાવનગરમાં અગાઉની પરંપરા મુજબ જ આંકડાઓ નીચા છે અથવા તો સરકારી યાદી મુજબ ઓછા છે! શહેરની ખાનગી હોસ્પિટલોમાં પણ ફરી કોરોના વોર્ડ શ થઈ ગયા છે અને સરકારી હોસ્પીટલમાં પણ સંખ્યા વધીને 126 થઈ ગઈ છે જે રીતે કેસ વધી રહ્યા છે તે જોતા તંત્ર એલર્ટ થઈ ગયુ છે અને ગઈકાલે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. જો સ્થિતી વધૂ બગડશે તો રાત્રિ કરફ્યુની વિચારણા પણ થઈ છે.

 


ભાવનગર જિલ્લામા બુધવારે 20 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા વધી છે.  ભાવનગર શહેરી વિસ્તારમાં 10 પુષ અને 5 સ્ત્રી મળી કુલ 15 લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં 5 લોકોના રિપોર્ટ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે. ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા 9 કેસ તેમજ તાલુકાઓમાં 1 કેસ મળી કુલ 10 કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. હાલ 126 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામા કોરોનાથી મૃત્યુનો આંક છેલ્લા લાંબા સમયથી 69 પર સ્થિર છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS