કોરોનાથી સાજા થયા બાદ હવે હાડકા ગળવાની નવી સમસ્યા શરુ થઈ...

  • July 05, 2021 11:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મુંબઈમાં કેટલાક કેસ દેખાતા ડોકટરોની ચિંતા વધી: દવાના હેવી ડોઝના વધુ પડતા ઉપયોગથી રોગ થાય છેકોરોનાવાયરસમાંથી સાજા થયા બાદ લોકોમાં કેટલીક તકલીફો શરીરમાં રહી જાય છે પરંતુ હવે આખં ના ભયંકર રોગ બાદ કોરોના માંથી મુકત થયેલા કેટલાક દર્દીઓમાં હાડકા ગળવાનો નવા રોગ જોવા મળી રહ્યો છે અને તેના પગલે તબીબી આલમની ચિંતામાં વધારો થયો છે.

 


મહારાષ્ટ્ર્રમાં ત્રણથી ચાર જેટલા કેસ મળી આવ્યા છે અને દર્દીઓની સારવાર શ કરવામાં આવી છે અને ડોકટરોએ એવો અભિપ્રાય આપ્યો છે કે વધુ પડતાં દવાના હેવી ડોને લીધે આ નવો રોગ દર્દીઓમાં જોવા મળી રહ્યો છે.

 


તેમણે કહ્યું છે કે હાડકાના માસ તંતુ સુધી લોહી પહોંચતું નથી પરિણામે હાડકાં ગળવાની શઆત થઈ જાય છે અને તે ઝડપથી વિસ્તરે છે અને દર્દીને મોટી પરેશાનીનો સામનો કરવો પડે છે. મુંબઈમાં ત્રણથી ચાર જેટલા આવા કેસ મળ્યા બાદ તેમની સારવાર સધન રીતે શ કરવામાં આવી છે.

 


દરમિયાન મોટાભાગના તબીબો અને નિષ્ણાંતોએ એવો અભિપ્રાય આપ્યો છે કે કોરોનાવાયરસ ના દર્દીને સાજો કરવા માટે સ્ટેરોઈડ નો કયારેક મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવતો હોય છે અને તેના કારણે હાડકાનો રોગ થઇ ગયો છે.

 


કોરોનાવાયરસ ના દર્દી ને અમુક તબક્કામાં આવી દવા આપવી જરી બની જાય છે પરંતુ કેટલાક દર્દીઓ તેની વિપરીત અસર સહન કરી શકતા નથી અને એમના શરીર ની અંદર રિએકશન ના પમાં અલગ રોગ પ્રવેશ કરી જતો હોય છે અને તેને પગલે હાડકા ગળવાનો આ નવો રોગ દર્દીઓમાં જોવા મળી રહ્યો છે અને સાજા થયેલા દર્દીઓમાં આ રોગ જોવા મળી રહ્યો છે.

 


દરમિયાનમાં મુંબઈમાં ફરી વાર પરિસ્થિતિ બગડી રહી છે અને કોરોનાવાયરસ ના દરરોજ ૮થી ૧૦ હજાર જેટલા નવા કેસ બહાર આવવાની શઆત થઈ ગઈ છે અને હોસ્પિટલોમાં ફરીથી કેસમાં ભરાવો થઈ રહ્યો છે અને પાછલા બે દિવસમાં મૃત્યુની સંખ્યામાં પણ ચિંતાજનક રીતે વધારો થયો છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS