કર્ણાટકના નવા મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ

  • July 27, 2021 09:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કર્ણાટકના નવા મુખ્યમંત્રી તરીકે બસવરાજ બોમ્મઈ. રાજ્યના નવા ગૃહ મંત્રી બસવરાજ બોમ્મઈ હવે કર્ણાટકના નવા મુખ્યમંત્રી બનશે. આજે સાંજે યોજાયેલી પક્ષના
ધારાસભ્યોની બેઠકમાં મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ બોમ્મઈના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ પ્રસ્તાવને સર્વસંમતિથી સ્વીકારવામાં આવ્યો. બસવરાજ બોમ્મઈ બુધવારે એટલે કે આવતીકાલે બપોરે 3:20 વાગે શપથ ગ્રહણ કરશે.

 

બસવરાજ બોમ્મઈની રાજકીય કારકીર્દી


28 જાન્યુઆરી 1960ના રોજ જન્મેલા બસવરાજ બોમ્મઈ  કર્ણાટકના ગૃહ, કાયદા, સંસદીય બાબતના મંત્રી છે. તેમના પિતા એસ આર બોમ્મઈ પણ રાજ્યના
મુખ્યમંત્રી રહી ચુક્યા છે. મિકેનિકલ એન્જીનિયરીંગમાં સ્નાતક બસવરાજે જનતા દળ સાથે રાજકીય શરૂઆત કરી હતી. તેઓ ધારવાડમાંથી બે વખત 1998 અને 2004માં કર્ણાટક વિધાન પરિષદ માટે ચૂંટાઈ આવ્યા હતા. ત્યારબાદ તેઓ જનતા દળ છોડી 2008માં ભાજપમાં સામેલ થયા હતા. તે વર્ષે તેઓ હાવેરી જિલ્લાની શિગગાંવમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS