BREAKING NEWS

ખંભાળિયામાં માનવ સેવા સમિતિ દ્વારા રવિવારે નેત્રયજ્ઞ

  • May 07, 2026 02:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયામાં માનવ સેવા સમિતિ દ્વારા રવિવારે નેત્રયજ્ઞ

લોહાણા વિધાર્થી ભવન ખાતે સવારે ૯ થી ૧૧ વાગ્યા સુધી યોજાશે

ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા માનવ સેવા સમિતિ સંચાલિત એલ.પી. બદીયાણી હોસ્પિટલના ઉપક્રમે મૂળ સલાયાના સદ ગૃહસ્થ સ્વ. શાન્તાબેન વિઠ્ઠલદાસ નારણદાસ બદીયાણી (હાલ કિસુમું - કેન્યા) ના આર્થિક સહયોગથી આગામી રવિવાર તા. ૧૦ ના રોજ અહીંના લોહાણા વિધાર્થી ભવન ખાતે સવારે ૯ થી ૧૧ વાગ્યા સુધી વિના મૂલ્યે નેત્ર નિદાન, સારવાર તથા શસ્ત્રક્રિયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પમાં વીરનગરની શિવાનંદ મિશન હોસ્પિટલની ટીમ દ્વારા દર્દીઓને તપાસી સારવાર તેમજ દવા આપવામાં આવશે.

ઓપરેશનની જરૂર જણાયેલ દર્દીઓને ઓપરેશન કરી આપવામાં આવશે. આ કેમ્પના ઉદઘાટન પ્રસંગે ગુર્જર સુથાર જ્ઞાતિના પ્રમુખ મુકેશભાઈ ડી. સુરેલીયા ઉપસ્થિત રહેશે. આ કેમ્પનો લાભ લેવા ખંભાળિયા તથા આસપાસના લોકોને માનવ સેવા સમિતિના પ્રમુખ મનુભાઈ પાબારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. 

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application