Netflixમાં બાળકો માટે એડ થશે નવા બે કિડ્સ ફિચર, જાણો તેના વિશે બધું જ

  • July 18, 2021 09:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દુનિયાની સૌથી પોપ્યુલર સ્ટ્રિમિંગ પ્લેટફોર્મ નેટફ્લિક્સ (Netflix) હવે યૂઝર્સને એન્ટરટેઇનમેન્ટની સાથે સાથે વિડીયો ગેમનો આનંદ આપવાની પણ યોજના બનાવી રહ્યું છે. કંપનીએ તાજેતરમાં જ સ્વિમિંગ પ્લેટફોર્મના એક પૂર્વ ઇલેક્ટ્રોનિક આર્ટ્સ અને ફેસબુકના કાર્ય કરે Mike Verduને ગેમ ડેવલોપમેન્ટના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. Netflix હાલમાં પોતાના પ્લેટફોર્મ પર ફિલ્મો અને માત્ર ટીવી શો રિલીઝ કરી રહ્યું છે. જોકે હવે ટૂંક સમયમાં બજારમાં એન્ટ્રી કરવાની તૈયારી કરી રહ્યું છે. આ સિવાય Netflixએ જાહેરાત કરી છે કે તેઓ નવી બે સર્વિસ - કિડ્સ રિકૈપ ઈમેઈલ અને કિડ્સ ટોપ 10 Row ને લોન્ચ કરી રહ્યા છે, જેનો ઉદ્દેશ્ય આ પ્લેટફોર્મ બાળકો માટે ફ્રેન્ડલી બનાવવાનો છે. 

 

Netflix આવતા વર્ષ સુધીમાં વિડીયો ગેમિંગ માર્કેટમાં પ્રવેશ કરીને પોતાના પ્લેટફોર્મનો વિસ્તાર વધારવાની યોજના બનાવી રહ્યું છે. આ માટે શરૂઆતમાં કોઈ પણ પ્રકારના એડિશનલ ચાર્જ સૂકવવા નહીં પડે. Netflixએ થોડા સમય માટે વિડીયો ગેમિંગ બજારમાં પ્રવેશ કરવાનો સંકેત આપ્યો હતો. સૌથી પહેલાં free to play Stranger Things મોબાઈલ ગેમ સાથે થઈ હતી.  Netflixએ મે મહિનામાં વિડીયો ગેમ બજારમાં પોતાનું રોકાણ વધારવાની વાત કહી હતી. 

 

કંપનીએ પ્લેટફોર્મને વધુ Children-Friendly બનાવવા માટે બે નવી સર્વિસની જાહેરાત કરી છે.  પેલી સર્વિસને કિડ્સ રિકૈપ ફિચર નામ આપવામાં આવ્યું છે. જે માતા પિતાની મરજી મુજબ તેમના બાળકને રેકમંડેશન, મનપસંદ ફિલ્મો, શો બતાવશે. Netflix માતા-પિતાને ટૉપ થીમ અને ટૉપિક ચાર્ટ પણ મોકલશે, જેમાં બતાવવામાં આવશે કે તેના બાળકને સૌથી વધુ આનંદ કઈ એક્ટિવીટીમાં આવ્યો. જેમના અકાઉન્ટમાં એક્ટિવ કિડ્સ  પ્રોફાઈલ છે તેમના માટે આ સેવા આજથી જ શરૂ થઈ જશે.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application