લોકડાઉન જેમ જેમ લંબાઈ રહ્યું છે તેમ તેમ વધી રહ્યા છે ઓનલાઈન પ્લેટફોર્મના યૂઝર્સ

  • May 18, 2020 11:32 AM 604 views

 

ભાષાની કોઈ પાબંદી નહીં, સેન્સર બોર્ડની કાતર ફરવાની પણ કોઈ ચિંતા ન હોવાથી નિર્માતાઓ આ પ્લેટફોર્મ તરફ વધુ ઝૂકાવ રાખી રહ્યા છે: સિનેજગતમાં નવો જ સૂરજ ઉગાડશે  

 

નેટિલકસ જેવું ઓનલાઈન પ્લેટફોર્મ ત્યારે ભારતમાં આવ્યું હતું ત્યારે એવું લાગતું હતું કે આ કીમિયો સફળ થશે કે નહીં ? લોકોને લાગતું હતું કે હવે મેનસ્ટ્રીમ સિનેમાથી અલગ અમુક વિદેશી ફિલ્મો જોવા મળશે સાથે જ દેશમાં છુપાયેલી અમુક એવી કહાની સામે આવશે જે મોટા પડદે દેખાડી શકાતી નથી. નેટિલકસના ઉદયની સાથે જ પ્રાઈમ વીડિયો, વૂટ જેવા અનેક ઓનલાઈન પ્લેટફોર્મ પણ મેદાને ઉતર્યા હતા જેની હવે દેશમાં ભરમાર છે. વાર્તાઓ હજારોની સંખ્યામાં છે પણ હવે આ બધા વચ્ચે કવોલિટીને લઈને જગં અને ગળાકાપ હરિફાઈ શરૂ થઈ ગઈ છે. દેશમાં ચાલી રહેલા ઓનલાઈન પ્લેટફોમ્ર્સમાં સૌથી મોટો જગં નેટિલકસ અને પ્રાઈમ વીડિયો વચ્ચે જામ્યો છે. અત્યાર સુધી આ બન્ને પ્લેટફોર્મ ઉપર અનેક દેશી કહાનીઓ રિલિઝ થઈ છે જેણે દર્શકોના દિલમાં પોતાની ધાક જમાવી છે. એકંદરે કહીએ તો હવે ઓનલાઈન પ્લેટફોર્મ માટે અચ્છે દિન આવ્યા છે.

 

નેટિલકસ ઈન્ડિયાએ ૨૦૧૬માં ભારતમાં પગ મુકયો હતો અને પ્રારંભમાં વિદેશી ફિલ્મોને જ અહીં રિલિઝ કરવામાં આવી હતી. આ ઉપરાંત જૂની હિન્દી ફિલ્મો અથવા નવી રિલિઝ થઈ રહેલી ફિલ્મો પણ આ પ્લેટફોર્મ ઉપર રિલિઝ થઈ હતી. આ પછી નેટિલકસે ભારતમાં જ પ્રોડકશન શરૂ કર્યુ અને ૨૦૧૮માં તેને મોટી સફળતા હાથ લાગી ગઈ હતી. ૨૦૧૮માં આવેલી સેક્રેડ ગેમ્સે ધમાકેદાર શરૂઆત કરી અને ભારતીય દર્શકોને એક અલગ જ વાર્તા પીરસી હતી. આ વેબસિરીઝમાં ગાળો, સીન સહિતના મુદ્દે કોઈ પાબંદી નહોતી એટલા માટે લોકોને તે વધુ પસંદ પડી હતી. સેક્રેડ ગેમ્સથી શરૂ થયેલો સિલસિલો નેટિલકસે સતત આગળ વધાર્યેા હતો અને બોલિવૂડમાં મોટું રોકાણ પણ કર્યુ હતું. આ ઉપરાંત અનેક પ્રોડકશન હાઉસ સાથે મળીને ફિલ્મો પણ તૈયાર કરી હતી. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application