કોરોના વાયરસ ફેલાયા બાદ નેપાળથી ભારતમાં આવતા લોકોની તપાસ શરુ

  • February 14, 2020 09:11 AM 8 views

ચીનમાં કોરોના વાયરસ ફેલાયો હોવાથી વિશ્વના અન્ય દેશો પણ કોરોના વાયરસને પોતાના દેશમાં ફેલાવાતો રોકવા માટે ચીનથી પરત ફરતાં લોકોની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે. તેવામાં ચીનથી આવતા તમામ ભારતીય નાગરિકોની તપાસ પણ કરવામાં આવી રહી છે. ત્યારબાદ તેઓ આ રોગથી પીડિત છે કે કેમ તેનું ચેકિંગ કરવામાં આવે છે અને આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવે છે.

 

ભારતએ કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે હવાઇમાર્ગ અને જળમાર્ગો સાથે જોડાયેલી તમામ સરહદો સીલ કરી દીધી છે. કેટલાક લોકો જે નેપાળ થઈને ભારતમાં પ્રવેશ કરી રહ્યા છે. તેમનું ચેકિંગ શરુ કરવામાં આવ્યું છે. 

 

કોરોના વાયરસની ગંભીરતાને ધ્યાનમાં રાખી ભારત સરકારે સાવચેતીના પગલા તરીકે નેપાળમાંથી ભારતમાં આવતા લોકો પર નજર રાખી રહી છે. ચીન અને નેપાળ સાથે જોડાયેલા ઉત્તરાખંડની ઘાટીમાં અને બનબાસામાં પણ કોરોના વાયરસથી ભય જોવા મળે છે.