સુશાંત તારો ફરીથી જન્મ થશે અને તુ આ વખતે લડી અને જીતીશ પણ, નેહા કક્કરે લખી ભવપૂર્ણ પોસ્ટ

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ મુંબઈના બાંદ્રા સ્થિત પોતાના એપાર્ટમેન્ટમાં ગળાફાસો ખાઈ અને આત્મહત્યા કરી લીધી હતી. એવામાં બોલિવૂડ અને તેના ચાહકો હજી સુધી અભિનેતાના મોતના આઘાતમાંથી બહાર આવી શક્યા નથી.

 


સુશાંતસિંહ રાજપૂતના નિધન બાદ સિંગર અને ઇન્ડિયન આઇડલની જજ નેહા કક્કરે સોશિયલ મીડિયા દ્વારા અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી હતી અને તેમને ગીત ગાય અને સુશાંતને મ્યુઝિકલ ટ્રીબ્યુટ આપ્યું છે.

 

નેહા કક્કર રેસીડેન્સી રાજકોટની કેદારનાથનું ગીત જાન નિસાર ગાઇને અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી છે, જે યુટ્યુબ પર ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે અને ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે.

 

નેહા કક્કર પોતાની યુ ટ્યુબ ચેનલ પર આ ગીત અપલોડ કર્યું છે, જેને કેટલાક કલાકોમાં 20 લાખથી વધારે વ્યૂઝ મળી ચુક્યા છે. નેહાનું ગીત માત્ર ચાહકોને પસંદ પડી રહ્યું છે અને તેના ભરપેટ વખાણ થઈ રહ્યાં છે.

 


તેની સાથે જ નેહાએ  એક ઇમોશનલ પોસ્ટ લખીને જણાવ્યું છે કે અભિનેતા નિધન પર તેને ખૂબ જ દુઃખ થયું છે.વધુમાં તેણે લખ્યું હતું કે તું ફરી વખત જન્મ લઇશ અને આ વખતે લડી અને જીતીશ પણ. સુશાંત અમે બધા તને ખૂબ જ પ્રેમ કરીએ છીએ,અને તને  ભૂલી શકીશું નહીં.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS