લગ્ન બાદ નેહાનો નવો લુક.. હાથમાં ચુડલો, ગળામાં મંગળસૂત્ર, માથામાં સિંદૂર...  

  • October 29, 2020 11:22 AM 177 views

બોલિવૂડની પ્રખ્યાત ગાયિકાઓમાંની એક નેહા કક્કડે  પંજાબી સિંગર રોહનપ્રીત સિંહ સાથે લગ્ન કર્યા છે. નેહાએ રોહનપ્રીત ​​સાથે ધામધૂમથી લગ્ન કર્યા હતા. તેમના લગ્નના અલગ અલગ ફંકશનના ફોટો અને વીડિયો પણ સામે આવ્યા છે. લગ્ન બાદ આ દંપતી મુંબઈ પરત પહોંચી ગયા હતા. એરપોર્ટ પર બંને કેમેરામાં કેદ થયા હતા. 

નેહા અને રોહનપ્રીતનાં લગ્ન 24 ઓક્ટોબરના રોજ દિલ્હીમાં થયા હતા.  નેહા તેના લગ્નના દરેક ફંકશનમાં ખૂબ જ ખુશ અને સુંદર દેખાતી હતી. લગ્ન બાદ આ દંપતી હવે મુંબઈ પહોંચી ગયું છે.  મુંબઇ એરપોર્ટ પર બંને આ ખાસ અંદાજમાં નજર આવ્યા હતા. 

સોશિયલ મીડિયા પર હૈશટેગ નેહુપ્રિત વાયરલ થયું હતું. જ્યારે તેમના એરપોર્ટ લુકની પણ ભારે ચર્ચાઓ થઈ રહી છે. લગ્ન બાદ મુંબઈ પરત ફરેલી નેહા વ્હાઇટ ક્રોપટોપ અને પ્લાઝોમાં જોવા મળી હતી. તેણે હાથમાં ચુડો પહેર્યો હતો, ગળામાં મંગળસૂત્ર પહેર્યું હતું અને માથામાં સિંદૂર હતું. આ તકે નેહાની માતા પણ નેહા અને રોહનપ્રીત સાથે જોવા મળી છે.  

રોહનપ્રીત એક ગાયક છે અને નેહા-રોહનપ્રીતનું પહેલું ગીત નેહુ દા વ્યાહ તેમના લગ્નના થોડા દિવસો પહેલા 21 મી તારીખે રિલીઝ થયું હતું. તેવામાં નેહાના લગ્નની વાત પણ તેના વીડિયો આલ્બમના પ્રમોશનનો એક ભાગ છે તેવી ચર્ચાઓ શરુ થઈ હતી. 
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application