નેહાને સોશિયલ મીડિયા પર લોકોએ ખુલ્લેઆમ કહ્યા અપશબ્દો... પતિએ આ રીતે કર્યો સપોર્ટ

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

રિયાલિટી શો રોડીઝ રિવોલ્યુશનમાં પોતાના વિવાદાસ્પદ નિવેદનને કારણે અભિનેત્રી નેહા ધૂપિયા ટીકાકારોના નિશાન પર આવી છે. શોમાં એક સ્પર્ધકને ગાળો આપતાં અને ફેમિનિઝમનો પાઠ ભણાવતાં તેનો એક વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. અભિનેત્રીએ ખુદ એ વાતને કબૂલી છે કે તેને અત્યંત ટ્રોલ કરવામાં આવી રહી છે. લોકો તેના અને તેના પરિવારજનોના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર અપશબ્દો કહી રહ્યા છે પરંતુ હવે નેતાનો પતિ અંગદ બેદી સોશ્યલ મીડિયા પર પત્નીની પડખે આવ્યો છે.

 

અંગતે તેની અને નેહાની પાંચ તસવીરો શેયર કરતાં તેના કેપ્શનમાં લખ્યું છે, "હે સુન મેરી બાત, યે રહી મેરી પાંચ ગર્લફ્રેન્ડસ, ઉખાડ લો જો ઉખાડના હૈ..."

 

આ વિવાદ રિયાલિટી શો એમટીવી રોડીઝ રિવોલ્યુશનના હાલની સીઝન જારી થયા બાદ શરૂ થયો છે જેમાં નેહા જે એક ગેંગની લીડર રહે છે. તે એક પુરુષ સ્પર્ધકને થિત રીતે છેતરાવા પર થપ્પડ મારવાની વાતની ટીકા કરે છે. આ સાથે જ તે એ યુવતીનો બચાવ કરતાં કહી રહી છે કે તે તેની મરજી હતી. જો કે લોકોને નેહાનું આ વલણ બિલકુલ પસદં આવ્યું નહોતું અને તેનું ખૂબ જ ટ્રોલિંગ કરતાં તેને નકલી નારીવાદી કહી હતી.

 

નેહાએ થોડા સમય પહેલાં જ એક ઈમોશનલ પોસ્ટ દ્રારા સ્પષ્ટ્રતા કરી હતી. જો કે તેણે આ દરમિયાન નેશનલ ચેનલ પર ગાળો આપવાની વાત માટે માફી માગી નહોતી. રોડીઝની વાત કરીએ તો આ શો પાછલા ઘણા સમયથી લોકોનું મનોરંજન કરી રહ્યો છે. દર વખતે આ શો કોઈને કોઈ કારણથી વિવાદમાં રહે છે.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS