ચૂંટણીની વચ્ચે નક્સલી કરી શકે છે મોટો હુમલો: ગુપ્તચર એજન્સીઓએ કર્યા એલર્ટ

  • March 06, 2021 10:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નક્સલી કમાંડર ચંદ્રણાના નેતૃત્વવાળા આ ગ્રુપમાં લગભગ 60 થી 80 નક્સલી છે

 દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી વચ્ચે નક્સલી ફરી કોઇ મોટી હિંસક ઘટના માટે સક્રિય થઇ ગયા છે. ટોપ નક્સલી કમાન્ડર હિડમા અને તેના સશસ્ત્ર સાથીઓની છત્તીસગઢ ના બીજાપુર વિસ્તારમાં મૂવમેંટ જોવા મળી છે. ત્યારબાદ નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં તૈનાત સુરક્ષાબળોને કાઉન્ટર ઓપરેશન માટે એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

 


ગુપ્તચર સૂત્રોના અનુસાર બીજાપુર જિલ્લાના જંગલોમાં હિડમા ની લોકેશન ટ્રેસ થયું છે. તેની સાથે લગભગ 120 નક્સલી ( પણ જંગલોમાં હાજર છે. આધુનિક હથિયારોથી સજ્જા આ લોકો નક્સલી સંગઠન બટાલિયન નંબર 1 સાથે જોડાયેલા છે. આ બટાલિયનના નેતૃત્વમાં હિડમા કરે છે. આટલી મોટી સંખ્યામાં નક્સલીઓની હાજરીને જોતાં ગુપ્તચર એજન્સીઓએ એલર્ટ જાહેર કરી દીધું છે.

 


તો બીજી તરફ માઓવાદી નક્સલીઓનું એક બીજું ગ્રુપ પણ બીજાપુરના બીજા વિસ્તારના જંગલોમાં ટ્રેસ થયો છે. નક્સલી કમાંડર ચંદ્રણા ના નેતૃત્વવાળા આ ગ્રુપમાં લગભગ 60 થી 80 નક્સલી હાજર છે. તપાસ પાસે આધુનિક હથિયાર છે. તે પણ સુરક્ષાબળો પર હુમલાની ફિરાકમાં છે.

 


ટોપ નક્સલી કમાંડર હિડમા પર 25 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે. તેને ઘાત લગાવીને સુરક્ષાબળો પર ઘણા મોટા હુમલાને અંજામ આપવામાં આવ્યો છે. છત્તીસગઢના સુકમા જિલ્લામાં માર્ચ 2017માં સુરક્ષાબળો પર થયેલા હુમલામાં તેનો હાથ માનવામાં આવે છે. આ હુમલામાં  સીઆરઙ્કી્રએફના 25 જવાન શહીદ થઇ ગયા હતા.
બીજી તરફ એક અન્ય ઘટનામાં મહારાષ્ટ્ર પોલીસે નક્સલીઓ વિરૂદ્ધ મોટી સફળતા પ્રાપ્ત કરતાં તેના હથિયાર બનાવવાના અવૈધ કારખાનાને ધ્વસ્ત કરી દીધું. રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખે જણાવ્યું કે નક્સલ પ્રભાવિત ગઢચિરૌલી જિલ્લામાં પોલીસને નક્સલી ગતિવિધિની સૂચના મળી હતી. ત્યારબાદ મહારાષ્ટ્ર પોલીસે નક્સલીઓ વિરૂદ્ધ 48 કલાકનું ઓપરેશન શરુ કર્યું હતું.

 

 


ગૃહમંત્રીએ જણાવ્યું કે ગઢચિરૌલી જિલ્લાના અબૂઝમાડ વિસ્તારમાં નક્સલીઓ ) એ જંગલની અંદર હથિયાર બનાવવાનું અવૈધ કારખાનું બનાવ્યું હતું. ગુપ્તચર એજન્સીઓને સૂચના મળતાં પોલીસે 70 જવાનો અને ઓફિસરોની ટીમે વિસ્તારમાં ઓપરેશન શરૂ કર્યું. ઓપરેશન દરમિયાન અવૈધ કારખાનાને ધ્વસ્ત કરી દેવામાં આવ્યું. અભિયાનમાં એક જવાનના પગમાં ગોળી વાગતાં ઘાયલ થયો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS