છત્તીસગઢમાં શપથ ગ્રહણ પહેલા નક્સલી હુમલો, IED બ્લાસ્ટમાં એક જવાન શહીદ

  • December 13, 2023 03:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાયપુરમાં છત્તીસગઢના ૪થા મુખ્યમંત્રી તરીકે વિષ્ણુ દેવ સાયે શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહનું આયોજન રાયપુરના સાયન્સ કોલેજ મેદાનમાં કરવામાં આવ્યું છે. છત્તીસગઢના આવનારા સીએમ વિષ્ણુ દેવ સાઈએ પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, પૂર્વ ડેપ્યુટી સીએમ ટીએસ સિંહ દેવ અને છત્તીસગઢ પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ દીપક બૈજને શપથ ગ્રહણ સમારોહ માટે આમંત્રણ અપાયું છે.



સીએમના શપથ પહેલા છત્તીસગઢમાં નક્સલી હુમલો થયો હતો. નારાયણપુરમાં નક્સલીઓએ આઇઈડી બ્લાસ્ટ કર્યો હતો. આ હુમલામાં એક જવાન શહીદ થયો હતો. જ્યારે અન્ય એક ઘાયલ છે. નારાયણપુરમાં આ હુમલો એવા સમયે થયો જ્યારે વિષ્ણુદેવ સાંઈ રાજધાનીમાં આયોજિત એક સમારોહમાં સીએમ તરીકે શપથ લેવાના હતા. નારાયણપુરની આમદાઈ ખાણમાં નક્સલીઓએ આ હુમલો કર્યો હતો. નક્સલવાદીઓએ અહીં આઇઈડી પ્લાન્ટ કર્યો હતો. જેમાં બટાલિયનના સૈનિકો તેની પકડમાં આવી ગયા.



આ હુમલામાં કોન્સ્ટેબલ કમલેશ સાહુ શહીદ થયા હતા. જ્યારે કોન્સ્ટેબલ વિનય કુમાર સાહુ ઘાયલ થયા છે. એસપી પુષ્કર શર્માએ હુમલાની પુષ્ટિ કરી છે. આ પહેલા સોમવારે સુકમા જિલ્લામાં નક્સલીઓએ આઇઈડી બ્લાસ્ટ કર્યો હતો. જેમાં બે સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા. આ વિસ્ફોટ કિસ્તારામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો હતો. અહીં સુરક્ષા કર્મચારીઓની સંયુક્ત ટીમ રોડ બનાવવાના કામમાં સુરક્ષા પૂરી પાડવા પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે આ બ્લાસ્ટ થયો હતો.


​​​​​​​​​​​​​​શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદીના આગમન માટે પૂરતી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે. તેમાં એક એડીજી સ્તરના અધિકારી અને ચાર આઈજી સ્તરના અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. કાર્યક્રમની સાથે ટ્રાફિક વ્યવસ્થાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. મુખ્યમંત્રીની સાથે બે ડેપ્યુટી સીએમ સહિત કેબિનેટ પણ શપથ લઈ શકે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application