નવરાત્રીના દિવસોમાં આવે માસિક ધર્મ તો જાણો કેવી રીતે કરવી પૂજા અને વ્રત

  • October 28, 2020 02:04 AM 1188 views

હિન્દુ ધર્મમાં નવરાત્રી પર્વનું વિશેષ મહત્વ છે. માતાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. અખંડ જ્યોતની સ્થાપના કરીને અને માતા દુર્ગાની ઉપાસના કરવામાં આવે છે. નવરાત્રિના દિવસોમાં ઘરની અને પોતાની જાતની સ્વચ્છતાની કાળજી લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, પરંતુ કેટલીકવાર આ દિવસોમાં ઘરમાં કોઈ મહિલાને માસિક આવે પણ છે, આવી સ્થિતિમાં પૂજા બાબતે  ચિંતા થાય છે. પરંતુ ગભરાશો નહીં કારણ કે શાસ્ત્રો અનુસાર અમુક નિયમોનું પાલન કરીને તમે માસિક સમયે પણ પૂજા કરી શકો છો..

 
જે મહિલાઓને નવરાત્રી વચ્ચે માસિક ધર્મ આવે છે  સમસ્યા થવાની સંભાવના છે તેઓ પહેલી અને અંતિમ વ્રતનું પાલન કરી શકે છે. જો તમને આ દિવસોમાં નબળાઇ લાગે તો ઉપવાસ ટાળવો, અથવા તો ફળાહાર કરવો. માતાની ભક્તિ માટે શરીર પહેલાં મન શુદ્ધ હોવું જોઈએ જરૂરી છે.

  
નવરાત્રી દરમિયાન દુર્ગા સપ્તશતીનો પાઠ પણ કરી શકો છો. તેના માટે તમારા મોબાઇલ અથવા લેપટોપ પર ઓનલાઇન તેને વાંચી શકો છો. તમે રૂબરુ પૂજા કરી ન શકો પરંતુ  માતાજીની આરાધના મનથી તો સતત કરી શકો છો. માસિક ધર્મમાં હોય તો પણ તમે મંત્રજાપ કરી શકો છો. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application