જાણો ઘટસ્થાપનનું શુભ મુહૂર્ત અને માતા શૈલપુત્રીની પૂજાની વિધિ

  • October 28, 2020 02:04 AM 359 views

શારદિય નવરાત્રી 17 ઓક્ટોબર શનિવાર એટલે કે આજથી શરૂ થઈ રહી છે. નવરાત્રીના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. નવરાત્રી 24 ઓક્ટોબરે પૂર્ણ થશે. આ વખતે નવરાત્રી આઠ નોરતાની રહેશે. 25 ઓક્ટોબરે નવરાત્રીના દશેરાની ઉજવણી કરવામાં આવશે.
 

માતા શૈલપુત્રીની પૂજા કેવી રીતે કરવી?
નવરાત્રીના પહેલા દિવસે માતાના શૈલપુત્રી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. હિમાલયની પુત્રી હોવાથી તેને શૈલપુત્રી કહેવામાં આવે છે. માતા શૈલપુત્રીની ઉપાસનાથી સૂર્ય સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. માતા શૈલપુત્રીને ગાયનું શુદ્ધ ઘી ચઢાવવું જોઈએ. સફેદ રંગ માતા શૈલપુત્રીને ખૂબ પ્રિય છે, તેથી માતા શૈલપુત્રીને સફેદ વસ્ત્ર અને ફૂલ ચઢાવવા.   

કલશની સ્થાપનાનો શુભ સમય ?
કળશ સ્થાપના કરવામાં માટેનો શુભ સમય બપોરે 01.30 થી 04.30 સુધી અને ત્યારબાદ સાંજના 06.00 થી 07.30 સુધીનો છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application