National Technology Day : રાજકોટના લોક વિજ્ઞાન કેન્દ્રમાં 22 વર્ષ પહેલાં માંડ આવતા 2-3 લોકો, આજે આવે છે અહીંયા હજારો લોકો

  • May 11, 2023 02:07 PM 

વર્ષ 1998માં તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં ભારતે એક પછી એક 5 પરમાણુ બોમ્બ પરીક્ષણ કર્યા હતા. આ પોખરણ-2 હતું. પ્રથમ પરમાણુ પરીક્ષણ મે 1974માં કરવામાં આવ્યું હતું. પોખરણ-2ની સફળતા પર, સરકારે 11 મેને રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ તરીકે જાહેર કર્યો. ત્યારે આજે નેશનલ ટેકનોલોજી દિવસ પર જુઓ અમારો આ વિશેષ અહેવાલ...


રાજકોટની વાત કરીએ તો રાજકોટ પણ વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં આજે ખૂબ જ આગળ વધી રહ્યું છે. શહેરમાં રેસકોર્સ ખાતે 1998થી લોક વિજ્ઞાન કેન્દ્ર ચાલી રહ્યું છે. લોક વિજ્ઞાન કેન્દ્રની શરૂઆત 1978માં થઈ જે સૌપ્રથમ બાલભવન ખાતે સ્થિત હતું ત્યાર બાદ તેનું સ્થળાંતર કરી સુવિધાઓનો વધારો કરવામાં આવ્યો. આજે રેસકોર્સમાં ચાલી રહેલા આ લોક વિજ્ઞાન કેન્દ્રમાં 300થી વધુ વિદ્યાથીઓ અહીંયા વિજ્ઞાન અને ટેકનોલોજીની માહિતી મેળવવા માટે આવે છે. આ લોક વિજ્ઞાન કેન્દ્રમાં ભૌતિક, રસાયણ તેમજ જીવ વિજ્ઞાન અંગે નાનાથી લઇને વડીલ એમ તમામ લોકોને માહિતી આપવામાં આવે છે. ખાસ વાત એ છે કે, આજે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે લોકોમાં જાગૃતતા આવી છે. પહેલા માંડ 3-4 બાળકો હતા જેને ટેકનોલોજી બાબતે જાણવામાં રસ હતો આજે વેકેશનમાં 300-400 ફક્ત બાળકો એવા છે જે રેગ્યુલર અહીંયા આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application