પહેલીવાર ખેલ રત્ન માટે 500થી વધુ નામ, રોહિત શર્મા સહિત આ ખેલાડીઓ કર્યો દાવો

  • July 24, 2020 08:48 AM 394 views

 

દેશના સર્વોચ્ચ ખેલ સમ્માન રાજીવ ગાંધી ખેલ રત્ન માટે આ વર્ષે ડાયરેક્ટ અરજી કરવાની છૂટ મળતાં પ્રથમ વખતે ખેલ મંત્રાલય સમક્ષ 500થી વધુ નામ નોંધાયા છે. જેમાં 42 ખેલ રત્ન માટે આવેદન કરવામાં આવ્યા છે. 

 

ખેલ રત્ન માટે ક્રિકેટર રોહિત શર્મા, મનિકા બત્રા, અપૂર્વી ચંદેલા, અંકુર મિત્તલ, અંજુમ મૌદગિલ, અમિત પંચાલ, મનોજ કુમાર, હિમા દાસ, વિનેશ ફોગાટ સહિત બેડમિંટનની ગૌરવી, ટેનિસના પૃથ્વીશેખર અને કુશ્તીના વરિંદર જેવા ડીફ ખેલાડીઓના નામના આવેદન આવ્યા છે. 

 

અર્જુન અને દ્રોણાચાર્ય એવોર્ડ માટે પણ 215 નામ સામે આવ્યા છે. દ્રોણાચાર્ય એવોર્ડ માટે 140, ધ્યાનચંદ પુરસ્કાર માટે 81 આવેદન આવ્યા છે. ગત વર્ષે કુલ 240 અરજી આવી હતી જેમાંથી છટણી કરી 190 નામ ફાઈનલ કરાયા હતા પરંતુ આ વર્ષે સીધા જ આવેદન કરવાની છૂટ મળતાં મંત્રાયલ સામે 500થી વધુ નામ આવી ગયા છે.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application