૩૩૦૦થી વધુના મોત બાદ ચીનમાં આજે રાષ્ટ્ર્રીય શોક

  • April 04, 2020 11:05 AM 572 views

કોરોના વાઈરસ વિદ્ધની લડતમાં શહીદ થયેલા વ્હીસલબ્લોઅર ડો. લી વેનલિઆન્ગ સહિત જીવ ગુમાવનારા ૩૩૦૦ કરતા પણ વધુ લોકો માટે ચીન આજે રાષ્ટ્ર્રીય શોક પાળશે.
આ સ્મૃતિ સમારોહ દરમિયાન દેશભરમાં તેમ જ દેશવિદેશસ્થિત ચીનની એલચીકચેરીઓમાં રાષ્ટ્ર્રધ્વજ અડધી કાઠીએ રાખવામાં આવશે અને તમામ જાહેર પ્રવૃત્તિઓ રદ કરવામાં આવશે, એમ પ્રસારમાધ્યમમાં પ્રકાશિત કરવામાં આવેલા સત્તાવાર અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.


કોરોનાનો ભોગ બનેલા લોકોને શ્રદ્ધાંજલી આપવા આજે સવારે ચીનના લોકો રાષ્ટ્ર્રભરમાં ત્રણ મિનિટ મૌન પાળશે અને શોક વ્યકત કરવા વાહનો, ટ્રેન, શિપના હોર્ન તેમ જ સાઈરન પણ બધં રહેશે.કોરોના વાઈરસ સામેની લડતમાં વ્હીસલ બ્લોઅર ડો. લી વેનલિઆન્ગ સહિત મધ્ય ચીનની હત્પબેઈ પ્રાન્તના ૧૪ અગ્રણી કાર્યકર્તાઓને શહીદ તરીકે ઓળખી કાઢવામાં આવ્યા હતા. કોરોના સામેની લડતમાં અગ્રેસર રહેલા શહીદોના પ્રથમ જૂથમાં ૧૨ તબીબ, એક પોલીસ અધિકારી અને એક કાર્યકર્તાનો સમાવેશ થતો હોવાનું તેમણે કહ્યું હતું.


બહાર પાડવામાં આવેલી યાદી મુજબ આઠ શહીદ ચીનના સામ્યવાદી પક્ષના સભ્ય હતા જેમાં સોથી વધુ ૭૩ વર્ષની અને સૌથી નાની ૩૦ વર્ષની વ્યકિતનો સમાવેશ થતો હોવાનું તેમણે કહ્યું હતું


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application