ટીમ ઇન્ડીયાના ઓલ રાઉન્ડરથી પ્રભાવિત છે નતાશા, જણાવ્યું કે જુઓ હાર્દિકનું દિલ જીતવાની આવડત

  • June 29, 2020 01:14 PM 196 views

ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પિતા બનવા જઈ રહ્યા છે. ગત મહિને હતાશા સ્ટેન્કોવિચના બેબી બમ્પ સાથેની તસવીર શેર કરીને આ બાબતનું એલાન કર્યું હતું. જ્યારે નતાશાએ સોશિયલ મીડિયા પર તસવીર શેર કરી અને જણાવ્યું હતું કે કઈ રીતે તેનું દિલ જીતવાની કોશિશ કરવામાં આવી રહી છે.

 

આ કપલ પરિવાર સાથે પોલીસની સમય વિતાવી રહ્યું છે. લોકડાઉન ખુલ્યા બાદ બંને બહાર પણ ફરવા નીકળ્યા હતા બંને વચ્ચેની કેમેસ્ટ્રી ખૂબ જ સારી લાગી રહી છે. નતાશાની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરીને પોતાનું આ રહસ્ય ખોલ્યું છે.

 

જ્યારે નતાશાએ જણાવ્યું હતું કે તેનું  દિલ જીતવા માટે સૌથી સરળ પદ્ધતિ કોફી છે તેણે જણાવ્યું હતું કે કોફી ખરીદો અને ચાહક બનાવો.

 

હાર્દિક અને નતાશા સોશિયલ મીડિયામાં ઘણા એક્ટિવ રહે છે બંને સોશિયલ મીડિયા પર એક બીજા ના કામ કરતા હોય છે તાજેતરમાં જ હાર્દિકે એક તસવીર શેર કરી હતી જેમાં નતાશા  સાથે કારમાં બેસેલા નજરે પડી રહ્યા છે,  હાર્દિકે અજીબ પ્રશ્ન પૂછ્યો હતો, જેનો નતાશાએ પણ એવો જ જવાબ આપ્યો હતો.

 

હાર્દિકે તસવીરના કેપ્શ્નમાં લખ્યું હતું કે તમારા ચહેરાની ચમક તમે ક્યાંથી લાવો છો? નતાશાએ પણ તેનો પ્રેમથી જવાબ હાર્દિકને આપ્યો હતો, તેને નાના બાળકનો ઈમોજી દર્શાવ્યો હતો જેનો અર્થ એવો થાય છે કે તે પ્રેગ્નન્ટ છે. તેમજ આગળ તેણે એવું કારણ લખ્યું હતું કે તમારો પ્રેમ અને સંભાળ છે જેના કારણે આ ચમક છે.

 

હાર્દિક હાલ પરિવાર સાથે વડોદરામાં સમય વિતાવી રહ્યો છે, જ્યાં નતાશાના બેબી શાવરની તસ્વીર તેને શેર કરી હતી અને તેના ચાહકોને જણાવ્યું હતું કે તેઓ જલ્દીથી માતા-પિતા બનવા જઈ રહ્યા છે. હાર્દિકે આ વર્ષની શરૂઆતમાં જતા સાથે સગાઈ કરી હતી, અને નવા વર્ષ પર ચાહકોને અચરજમાં મૂકી દીધા હતા અને હાર્દિકે ફિલ્મી સ્ટાઇલમાં નતાશાને સમુદ્રની વચ્ચે પ્રપોઝ કર્યું હતું.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application