આ કારણસર અવકાશ સાથેના તમામ સ્પેસ સ્ટેશનો સાથે નાસાનું કનેક્શન તૂટી ગયું...!

  • July 26, 2023 01:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વીજળી જતી રહેતા નાસાનો પ્રથમ વખત ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સાથેનો સંપર્ક તૂટી ગયો છે. પાવર આઉટેજને કારણે નાસાના કંટ્રોલ સેન્ટરનો એક કલાકથી વધુ સમય માટે તમામ સ્ટેશનો સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.


હ્યુસ્ટન સ્થિત નાસા બિલ્ડીંગમાં અચાનક વીજ કરંટ લાગવાથી હંગામો મચી ગયો હતો. પાવર આઉટેજને કારણે મિશન સ્ટેશન અને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન વચ્ચેનો સંપર્ક તૂટી ગયો હતો. જે બાદ સ્પેસ એજન્સીને બેકઅપ સિસ્ટમ દ્વારા ચલાવવામાં આવી હતી. આ પહેલીવાર હતું જ્યારે એજન્સીને બેકઅપ કંટ્રોલ સિસ્ટમ પર આધાર રાખવો પડ્યો હતો. આ પહેલા ક્યારેય આવી ઘટના સામે આવી ન હતી.


વીજ આઉટેજને કારણે નાસાના મિશન કંટ્રોલ સેન્ટરે થોડા સમય માટે અવકાશમાના સ્પેસ સ્ટેશનો સાથેનો તમામ સંદેશાવ્યવહાર ગુમાવ્યો. નાસા સ્પેસ સેન્ટર ટીમને પાવર આઉટેજની 20 મિનિટની અંદર રશિયન કોમ્યુનિકેશન સિસ્ટમ્સ દ્વારા સૂચિત કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર હ્યુસ્ટનમાં જોન્સન સ્પેસ સેન્ટરની બિલ્ડિંગમાં અપગ્રેડનું કામ ચાલી રહ્યું હતું. કામમાં બેદરકારીના કારણે સમગ્ર કેન્દ્રની વીજપોલ જતી રહી હતી.


સ્પેસ સ્ટેશનના પ્રોગ્રામ મેનેજર જોએલ મોન્ટાલબાનોએ અહેવાલ આપ્યો હતો કે વિક્ષેપિત સંચાર 90 મિનિટની અંદર પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ન તો અવકાશયાત્રી કે કોઈ સ્પેસ સ્ટેશનને કોઈપણ રીતે નુકસાન થયું નથી. બેકઅપ કોમ્યુનિકેશન સિસ્ટમે સામાન્યતા જાળવી રાખી હતી. મોન્ટલબાનોએ વધુમાં જણાવ્યું હતું કે પાવર નિષ્ફળતા સમયે ડ્રાઈવર કે વાહન કોઈ જોખમમાં નહોતા.


સ્ટેશન પ્રોગ્રામ મેનેજરે કહ્યું કે 'અમે મોસમી કટોકટીના કિસ્સામાં પાવર કમ્યુનિકેશન સંબંધિત બેકઅપ કમાન્ડ અને કંટ્રોલ સિસ્ટમ તૈયાર રાખીએ છીએ. ખાસ કરીને જ્યારે તોફાન જેવા હવામાન દરમિયાન બેકઅપ તૈયાર રાખવામાં આવે છે. તેમણે કહ્યું કે અમને ખબર હતી કે બિલ્ડિંગમાં કામ ચાલી રહ્યું છે.તેથી અમે આવી સ્થિતિ માટે પહેલેથી જ તૈયાર હતા. આ પ્રથમ વખત છે જ્યારે નાસાને બેકઅપ કમાન્ડનો આશરો લેવો પડ્યો છે. જો કે મોન્ટાલબાનોએ પણ ભારપૂર્વક જણાવ્યું હતું કે અમે આ ઘટનાને વધુ સારી રીતે સમજવાનો પ્રયાસ કરીશું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application