પચ્છિમ રાજકોટમાં નર્મદાનીર બધં થતા ધાંધિયા

  • July 03, 2021 05:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પચ્છિમ રાજકોટને જરૂરિયાત મુજબનું નર્મદાનીર નહીં મળતા આજે બપોરથી પાણી વિતરણમાં ધાંધિયા સર્જાઈ ગયા છે. વોર્ડ નં.૧, ૨ (પાર્ટ), ૯ અને ૧૦ સહિતના ચાર વોર્ડમાં બપોરે ૧૨ વાગ્યા બાદ જે વિસ્તારોમાં પાણી વિતરણ થાય છે તે તમામ વિસ્તારોમાં પાણી વિતરણ બધં રહ્યું હોવાનું જાણવા મળે છે. પાણી વિતરણ ખોરવાયું તે પાછળ વીજ પુરવઠો નહીં હોવાનું કારણ જાહેર કરવામાં આવ્યું છે.

 


વિશેષમાં મહાપાલિકાના ઈજનેરી સૂત્રોના જણાવ્યા મુજબ હડાળા પમ્પિંગ સ્ટેશન ખાતે આજે વહેલી સવારે વીજ પુરવઠો ખોરવાઈ જતાં નર્મદા કેનાલ એનસી–૩૩માંથી ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડની પાઈપલાઈન મારફતે રાજકોટને રૈયાધાર હેડવર્કસ અને બેડી હેડવર્કસ ખાતે જે નર્મદાનીર મળે છે તે નહીં મળી શકતા વોર્ડ નં.૧, ૨ (પાર્ટ), ૯ અને ૧૦ સહિતના ચાર વોર્ડમાં પાણી વિતરણને અસર પહોંચી છે. પાણીના ટાંકામાં જેટલું પાણી સ્ટોરેજ હતું તેટલું વિતરણ કરી દેતાં બપોરે ૧૨ વાગ્યા સુધી વિતરણ રાબેતા મુજબ ચાલ્યું હતું.

 


બપોરે ૧૨ વાગ્યા બાદના વિસ્તારોમાં વિતરણ ખોરવાયું છે. જો સાંજ સુધીમાં વીજ પુરવઠો રાબેતા મુજબ થઈ જશે તો યારે પાણી મળશે ત્યારે વિતરણ કરાશે અન્યથા આવતીકાલથી વિતરણ રાબેતા મુજબ થશે. જો કાલ સુધીમાં વીજ પુરવઠો નહીં મળે તો આવતીકાલે વેસ્ટ અને સેન્ટ્રલ ઝોનના વિસ્તારોમાં પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ શકે છે પરંતુ તેવી સંભાવના ઓછી હોવાનું ઈજનેરી વર્તુળોએ ઉમેર્યું હતું.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS