નારાયણ મૂર્તિના જમાઈ બન્યા બ્રિટનના નાણાંમંત્રી

  • February 14, 2020 10:59 AM 49 views

વડા પ્રધાન બોરિસ જોન્સને પ્રધાનમંડળમાં કરેલા ફેરફારના ભાગપ ભારતીય મૂળના રાજકારણી રિશી સૂનાકની યુકેના નવા નાણાં પ્રધાન તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ઈન્ફોસિસના સહસ્થાપક નારાયણ મૂર્તિના જમાઈ સૂનાક ચાન્સેલર આફ ધ અકસચેકર તરીકે ટોચના સરકારી હોદ્દા પર ગૃહસચિવ પ્રીતિ પટેલ સાથે જોડાશે.


ડિસેમ્બર ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં જોન્સને ભવ્ય વિજય મેળવ્યા બાદ એક આઘાતજનક પગલું લેતાં પાકિસ્તાની મૂળ ધરાવતા સાજિદ જાવિદે ચાન્સેલર આફ ધ અકસચેકરના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું. સૂનાકે હવે તેમનું સ્થાન લીધું છે.


સૂનાક અત્યાર સુધી જાવિદના જુનિયર તરીકે ચીફ સેક્રેટરી ટૂ ધ ટ્રેઝરીના હોદ્દા પર હતા અને તેમને પ્રધાનમંડળના ઊભરતા સિતારા તરીકે જોવામાં આવતા હતા. સરકારમાં બીજા ક્રમાંકના સૌથી મહત્ત્વના હોદ્દાનો હવાલો સંભાળી લેનાર ૩૯ વર્ષના સૂનાક વડા પ્રધાનના કાર્યાલયની પાસે આવેલા નં.૧૧ ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે સ્થળાંતર કરવા સ થઈ ગયા છે.


કિવન અલિઝાબેથે પણ સૂનાકની નિમણૂકને ખુશી ખુશી વધાવી લીધી હતી. નારાયણ મૂર્તિની પુત્રી અક્ષતા સાથે લ કરનાર યોર્કશાયરના રિચમન્ડના સાંસદ સૂનાક વર્ષ ૨૦૧૫માં પ્રથમવાર સંસદમાં પ્રવેશ્યા હતા અને ખૂબ જ ઝડપથી ઊભરી આવ્યા હતા. યુરોપિયન યુનિયનમાંથી ખસી જવાના જોન્સનના વ્યૂહને તેમણે ટેકો આપ્યો હતો.


ફાર્માસિસ્ટ માતા અને નેશનલ હેલ્થ સર્વિસ (એનએચએસ)ના જનરલ પ્રેકિટશનર પિતાના યુકેમાં જન્મેલા પુત્ર સૂનાક આકસફર્ડ યુનિવર્સિટી અને સ્ટેનફોર્ડના સ્નાતક છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application