મેયર, ડેપ્યુટી મેયર, સ્ટે.ચેરમેનના નામો સાંજે થશે ફાઇનલ

  • March 08, 2021 04:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાની નવી ચૂંટાયેલી પાંખના મુખ્ય પદાધિકારીઓ જેમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસકપક્ષના નેતા અને શાસકપક્ષના દંડક સહિતના નામો નકકી કરવા માટે આજે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના નેતૃત્વમાં સંગઠનની ટીમ ગાંધીનગર રવાના થઈ છે અને ત્યાં આગળ સાંજે 7 કલાકે પાલર્મિેન્ટરી બોર્ડની બેઠકમાં નામો રજૂ કરશે.

 

 

વિશેષમાં મહાપાલિકાના રાજકીય સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ ગાંધીનગર સ્થિત સી.એમ. બંગલો ખાતે પાલર્મિેન્ટરી બોર્ડ સમક્ષ આજે સાંજે 7 કલાકે તમામ 68 કોર્પોરેટરના નામ તેમની પ્રોફાઈલ અને ટ્રેક રેકોર્ડ રજૂ કરી દેવામાં આવશે તેમાંથી બોર્ડ મેમ્બર્સને ગમે તે કોઈપણ નામ પસંદ કરી શકશે આમ છતાં જો મુખ્યમંત્રીના હોમટાઉન માટે મુખ્ય ત્રણ પદ માટેના નામોની પેનલ માગવામાં આવે તો મેયર પદ માટે ડો.અલ્પેશ મોરઝરિયા, પ્રદીપ ડવ, નરેન્દ્ર ડવ, નિલેશ જલુ અને હિરેન ખીમાણિયાના નામોની પેનલ રજૂ થઈ શકે છે. તદ્ ઉપરાંત ડેપ્યુટી મેયર પદ માટે ડો.દર્શના પંડયા, ડો.દર્શિતા શાહ અને નયનાબેન પેઢડિયાના નામોની પેનલ રજૂ થાય તેવી સંભાવના છે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદ માટે પાંચ નામોની પેનલ મુકાય તેવી સંભાવના છે જેમાં દેવાંગ માંકડ, જયમીન ઠાકર, મનિષ રાડિયા, પુષ્કર પટેલ અને નેહલ શુકલ સહિતના નામ સમાવિષ્ટ છે.

 


મહાપાલિકાના સૂત્રોએ ઉમેર્યું હતું કે, પાલર્મિેન્ટરી બોર્ડમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ સહિતના સંગઠનના હોદ્દેદારો તદ્ ઉપરાંત ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી અને લાખાભાઈ સાગઠિયા તેમજ સંસદસભ્ય મોહનભાઈ કુંડારિયા અને ઈન્સ્ટન્ટ પાસ્ટ મેયરના હોદ્દાની રુએ પ્રદેશ મંત્રી બિનાબેન આચાર્ય ઉપસ્થિત રહેશે. આ મિટિંગમાં રાજકોટના પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ ખાસ હાજરી આપશે. વિધાનસભાની ડિસેમ્બર-2022માં યોજાનારી ચૂંટણીને ધ્યાને લઈને વર્તમાન પદાધિકારીઓની નિમણૂક કરાય તેવી પુરી શકયતા છે.

 


અત્રે ઉલ્લેખનીય છે કે, ઉપરોકત મુખ્ય ત્રણ પદાધિકારીઓના નામ સુનિશ્ર્ચિત થઈ જાય ત્યારબાદ વધતા નામોમાંથી અથવા તો તે ઉપરાંત અન્ય નામોમાંથી શાસકપક્ષના નેતા અને શાસકપક્ષના દંડકની પસંદગી કરવામાં આવી શકે છે. આ ઉપરાંત અન્ય વિવિધ 15 પેટા કમિટીઓના ચેરપર્સન પણ બાકી રહેતા નામોમાંથી બને તેવી સંભાવના છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS