કાશ્મીરના સોપોરમાં રહસ્યમય વિસ્ફોટ, 4ના મોત, પોલીસ તપાસ શરૂ

  • July 29, 2024 04:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




ઉત્તર કાશ્મીરના સોપોરમાં આજે બપોરે એક રહસ્યમય વિસ્ફોટ થયો છે. જેમાં ચાર લોકોના મોત થયાના સમાચાર છે. , અધિકારીઓના જણાવ્યા અનુસાર, સોપોરના શાયર કોલોનીમાં એક રહસ્યમય વિસ્ફોટ થયો હતો, જેમાં ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેઓને બાદમાં નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ તેમાંથી ત્રણને મૃત જાહેર કર્યા હતા.



અન્ય એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત વ્યક્તિને SKIMS સૌરામાં રિફર કરવામાં આવ્યો હતો, જો કે, હોસ્પિટલ લઈ જતા રસ્તામાં તેનું મોત નીપજ્યું હતું. અધિકારીઓએ મૃતકોની ઓળખ શાયર કોલોનીના રહેવાસી નઝીર અહેમદ નાદરુ, આઝમ અશરફ મીર અને આદિલ રશીદ ભટ તરીકે કરી છે. અન્ય વ્યક્તિની ઓળખ કરવામાં આવી રહી છે. દરમિયાન પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application