રાજવી પરિવારની ૨૦,૦૦૦ કરોડની મિલકતમાં મારો ભાગ: રણશૂરવીરસિંહ

  • September 03, 2021 05:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એએલસીના કાયદા હેઠળ ૧૨૦ એકર મળવાપાત્ર જમીન પણ ભ્રષ્ટ્ર અધિકારીઓએ આપી નથી: પૂર્વ મામલતદાર જાડેજા, એ.ટી.પટેલ, ડોબરીયા વગેરે સામે લાંચ માગવાનો આક્ષેપ: સીટની રચના કરવા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત

 


રાજકોટના રાજવી પરિવારની અંદાજે પિયા ૨૦,૦૦૦ કરોડની માલમિલકત, ઝવેરાત, દાગીનામાં મારો અને મારા પરિવારનો ભાગ છે એવી વાત રાજવી પરિવારના રણશૂરવીરસિંહ અનિદ્ધસિંહ જાડેજાએ પત્રકાર પરિષદમાં કરી હતી અને તે સાથે જ રાજવી પરિવારના મિલકતના ડખામાં વધુ એક વિવાદાસ્પદ પ્રકરણની શઆત થઈ ગઈ છે.

 


રણશૂરવીરસિંહે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે મારી લડાઈ માંધાતાસિંહ કે મનોહરસિંહ જાડેજા સામે નથી પરંતુ મારા પિતાશ્રી રાજવી પરિવારના હોવા છતાં તેને કાયદાકીય રીતે જે મળવું જોઈએ એ મળ્યું નથી. એગ્રીકલ્ચર લેન્ડ સિલિંગ એકટના કાયદા અંતર્ગત મને અને મારા પરિવારને ૧૨૦ એકરનું એક યુનિટ મળવા પાત્ર હોવા છતાં તે સમયના મામલતદાર અને કૃષિપંચના જાડેજાએ ઓપન કોર્ટમાં અમારા પરિવારની વિદ્ધમાં ચુકાદો આપેલ છે. જાડેજાએ પિયા ૧૦ કરોડની લાંચ માગી હતી અને તે ન આપતા અમારા પરિવારની વિદ્ધમાં ચુકાદો આપ્યો છે. જો ભ્રષ્ટ્ર અધિકારી જાડેજાનો નાર્કેાટેસ્ટ કરવામાં આવે તો સત્ય બહાર આવે અને સાથોસાથ મારો નાર્કેા ટેસ્ટ કરાવવા માટે પણ હત્પં તૈયાર છું.

 


રાજવી પરિવારની તમામ સ્થાવર અને જંગમ મિલકતના અનુસંધાને સીટની રચના કરવાની માગણી કરતા રણશૂરવીર સિંહે જણાવ્યું છે કે તમામ ભ્રસ્ટ અધિકારીઓ સામે કામ ચલાવવા માટે એસીબીને તપાસ સોંપવી જોઈએ.

 


તેમણે વધુમાં જણાવ્યું હતું કે મનોહરસિંહજી જાડેજાને આ તમામ જમીન તેમના પિતા પ્રધુમનસિંહ જાડેજા તરફથી મળી હતી અને મનોહરસિંહ જાડેજાએ એએલસીના કેસમાં કુલ આઠ વારસદારો છે તેવુ લેખિતમાં આપેલ છે. આ અંગેનો કાનૂની વિવાદ અદાલતમાં ચાલુ હોવા છતાં જમીન વેચાણ થઈ રહ્યું છે અને ભવિષ્યમાં અમે પ્રોપર્ટી વેચાણ વ્યવહારોની નોંધ રદબાતલ કરવા તેમજ વેચાણ દસ્તાવેજ રદબાતલ ઠરાવવા જૂદી જુદી ઓથોરિટીઓ અને કોર્ટમાં દાવો દાખલ કરવાના છીએ.

 


રાજવી પરિવારોની મિલકતોમાં અનેક વિશ્વવિખ્યાત એન્ટીક પીસ, જર ઝવેરાત, દાગીના, મૂર્તિઓ, મૃત પ્રાણીઓના ચામડા વગેરે પેલેસમાં છે તે અનુસંધાને કડક અધિકારીની નિમણૂક કરાવી તમામ વસ્તુઓની સરકારી ચોપડે નોંધ લેવા પણ અમારી માગણી છે. જો આમ કરવામાં નહીં આવે તો આ તમામ ચીજ–વસ્તુઓ રફેદફે કરી નાખવામાં આવે તેવી શકયતા છે.

 


રણશૂરવીર સિંહે પત્રકારોને જણાવ્યું હતું કે પ્રધુમનસિંહ લાખાજીરાજ જાડેજાએ પોતાની અંગત કમાણીમાંથી વીડીની ૬૮૫ એકર જગ્યા ખરીદી હતી. આ વડીલોપાજીર્ત મિલકત હોવાથી વીલ દ્રારા કોઈ ચોક્કસ વ્યકિતઓને તે આપી ન શકાય પરંતુ સીધી લીટીના તમામ વારસદારોનો તેમાં અધિકાર બને છે. મનોહર સિંહ જાડેજાએ આ જમીનનું પ્રોબેટ કોર્ટમાંથી મેળવેલો નથી અને તેવી જ રીતે મનોહરસિંહ જાડેજાએ આ મિલકત માંધાતાસિંહને આપી છે પરંતુ માંધાતાસિંહે પણ કોર્ટમાંથી પ્રોબેટ મેળવ્યું નથી. એએલસીના જમીન પ્રકરણમાં રણશૂરવીરસિહે અદાલતમાં પોતાના એડવોકેટ પરેશ ઠાકર, દીપક પટેલ, પિયુષ ઠાકર રવિ રાજ ગોહિલ મોહિત ઠાકર કશ્યપ ઠાકર વગેરે મારફત દાવો દાખલ કરેલ છે અને ભવિષ્યમાં ૨૦,૦૦૦ કરોડની અન્ય પ્રોપર્ટી બાબતે પણ જર પડે અદાલતમાં કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS