સુશાંત સિંહની  દુઃખદ ઘટના પછી આ અભિનેત્રીની માતા તેને મુંબઈ જવા દેવા માટે તૈયાર નથી

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

બોલીવુડના ચમકતા સિતારા સુશાંત સિંહ રાજપૂતનું મોત એટલું બધું શોકિંગ છે કે હજુ પણ લોકો તેમાંથી બહાર આવી રહ્યા નથી. ટેલિવિઝન અભિનેત્રી રતન રાજપૂતે એક વીડિયો શેર કર્યો છે જેમાં તેણે એક ઘટના બાદ પોતાની લાગણી વ્યક્ત કરી છે,

 

અને આ સિવાય તેણે એવું પણ જણાવ્યું છે કે સુશાંતની આત્મહત્યા બાદ તેની મા ખુબ જ ગભરાયેલી છે, અને તેને પણ મુંબઈ જવાની મનાઈ કરી રહી છે.

 

રતને એમ પણ લખ્યું છે કે મારી માની વિચાર શૈલી બદલાઈ ગઈ છે, અને તે ગભરાઈ રહી છે તેમજ વિચિત્ર રીતે મને નિહાળી રહી છે, અને ઈન્ડસ્ટ્રીમાં જે કંઈ ચાલી રહ્યું છે તેને લઈને દરેકના માતા પિતા કંઈક આવી જ પરિસ્થિતિ માંથી પસાર થઈ રહ્યા છે,

 

જે પણ વડીલોના બાળકો ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા છે તેઓ એવું વિચારી રહ્યા છે કે તેમની સાથે કંઈક આવી ઘટના તો નહીં ઘટે ને..! મારી મમ્મીએ મને વારેવારે પૂછ્યું છે કે તું બરાબર છો ને તને કોઈ તકલીફ નથી ને? 

 

રતને આગળ લખ્યું છે કે અમને પણ એવું જીવન મળે અમે પણ જીવનમાં આગળ વધી રહ્યા છીએ, આ ઇન્ડસ્ટ્રીમાં એક પ્રકારની લડાઇ લડવાની ચાલુ છે અહીં તગડી સ્પર્ધા છે, બધી ખબર થોડાક દીવસ માટે ચર્ચામાં બની રહે છે પછી લોકો ભૂલી જાય છે. અમારા પરિવારજનો એ વિચારીને ડિપ્રેસ થઈ રહ્યા છે કે ક્યાંક અમે ડીપ્રેસ ન થઈ જઈએ,

 

મારી માતા મને ફરીથી મુંબઈ આવવા માટે રજા આપી રહી નથી, મેં તમને વારેવારે સમજાવવાની કોશિશ કરી છે કે તમે ગભરાઓ નહીં બધું બરાબર થઈ જશે. સુશાંતના નિધનના કારણે દરેક વ્યક્તિ તેનાથી પ્રભાવિત થઇ છે, ત્યારે આપણી જવાબદારી છે કે આપણા પરિવારજનોને સાચી વાત કરીએ અને એ બાબતમાં જણાવીએ કે આપણે ખરેખર  કઈ સ્થિતિમાં છીએ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS