શું તમારું બાળક ભણવામાં જ હોંશિયાર છે કે તે ઘરના આ કામ પણ કરી જાણે છે ?

  • May 14, 2021 09:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બાળકોનો સર્વાંગી વિકાસ થવો ખૂબ જરૂરી છે. પરંતુ વર્તમાન સમયમાં શાળાઓ બંધ છે. બાળકો ભણવા પણ જઈ શકતા નથી ત્યારે આખો દિવસ ઘરમાં રહીને તેની કેટલીક આદતો ખરાબ પણ થઈ શકે છે. આથી બાળકોને ઘરના નાના નાના કામ કરાવીને પણ તેનો વિકાસ કરી શકાય છે. અહીં બાળકો ઘરમાં કરી શકે તેવા કેટલાક કામનું લિસ્ટ આપ્યું છે. તમે જાતે જ ચેક કરી લો કે તમારું બાળક આ બધા જ કામ કરી શકે છે કે નહીં ? જો તમારું બાળક ઘરમાં કામ નથી કરતું તો આજથી જ તેને નાના નાના કામ કરવાની આદત કેળવો. 

 

જમતી વખતે શ્લોક બોલવા

 

જમીને પોતાની ડિશ જાતે જ વોશબેઝિનમાં મુકવી 

 

જમવા બેસો ત્યારે બધા માટે પાણી ભરવું

 

શાકભાજી અને ફળો ધોવામાં મદદ કરવી

 

સાફ સફાઈ અને પોતું કરવું

 

કપડાની ઘડી કરવી

 

જે તે ચીજ વસ્તુને તેની જગ્યાએ જ ગોઠવવી

 

પોતાનો રૂમ કે ડેસ્ક જાતે સાફ કરવા

 

બુટ ચંપલ એક લાઈનમાં ગોઠવવા

 

કુંડામાં પાણી પીવડાવવું

 

રાત્રે પરિવાર સાથે ધર્મસભા કરવી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS