ફિલ્મ ઇન્ડસ્ટ્રી કરતા મોટા માફિયાઓ મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં છે, સોનુ નિગમે જાહેર કર્યો વિડિયો 

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

સુશાંતસિંહ રાજપૂતના મોતથી દરેક વ્યક્તિને ઝટકો લાગ્યો છે.આ ઘટના બાદ ધીરે ધીરે ઘણા બધા સેલિબ્રિટી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની સાથે થયેલી રાજનીતિ અંગે ખુલાસો કરવા માટે આગળ આવી રહ્યા છે.

 

ગાયક સોનુ નિગમેં પણ તાજેતરમાં જ એક વીડિયો શેર કર્યો, અને સુશાંતની મોત પર દુખ વ્યક્ત કર્યું હતું સાથે જ ઇન્ડસ્ટ્રીના ઘણા બધા રાઝ તેઓએ ખોલ્યા હતા. તેમણે વીડિયોમાં મ્યુઝિક ઇન્ડસ્ટ્રી પર પોતાનો કબ્જો જમાવનાર મ્યુઝિક કંપનીઓનો પણ ઉલ્લેખ કર્યો છે

 

સાડા સાત મિનિટના આ વીડિયોમાં સોનુ નિગમે ચીન અને ભારત વચ્ચે થઇ રહેલી હિંસાની પણ ચર્ચા કરી હતી. પરંતુ તેમનું ફોકસ સુશાંતના મોત બાદ ઇન્ડસ્ટ્રીમાં ઉઠી રહેલા સવાલો ને લઈને હતું.

 

સોનુએ જણાવ્યું હતું કે હું આ વિડીયો દ્વારા એ જાહેર કરવા માગું છું કે ખાસ કરીને મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં પણ આવું થઈ રહ્યું છે. આજે સુશાંત સિંહ રાજપૂતનું મોત થયું છે, કોઈ અભિનેતાએ પોતાનો જીવ ટુકાવ્યો છે, કાલે તમે કોઈ ગાયક વિશે પણ આવું સાંભળી શકો છો કે પછી કોઈ મ્યુઝીક કમ્પોઝર વિશે પણ આવું સંભળાઈ શકે છે. કે પછી કોઈ ગીતકાર વિશે આવું સંભળાઈ શકે છે, કારણ કે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં પણ જે વાતાવરણ બની રહ્યું છે  દેશમાં તે ખૂબ જ દુષિત છે.

 

દુર્ભાગ્યવશ ફિલ્મો કરતાં પણ મોટા માફિયા મ્યુઝિક ઈન્ડસ્ટ્રીઝમાં છે. હું સમજી શકું છું કે બિઝનેસ કરવો જરૂરી છે લોકો માટે, પરંતુ દરેકને લાગે છે કે બિઝનેસ નહીં પરંતુ રૂલ કરે. હું નસીબદાર હતો કે નાની ઉંમરમાં જ આવી ગયો હતો, નહીંતર હું પણ આ વમળમાં ફસાઇ શકત, પરંતુ જે નવા બાળકો આવ્યા છે તેઓના માટે આગળ વધવું અહીં ખૂબ જ મુશ્કેલી ભર્યું છે.


સોનુએ આગળ પોતાના વીડિયોમાં જણાવ્યું છે કે કેટલા છોકરા છોકરીઓ મને એ બાબતમાં વાત કરે છે કે તેઓ મુશ્કેલીમાં છે અને નિર્માણ તથા નિર્દેશન કરવા માંગે છે, મ્યુઝિક કમ્પોઝર બનવા માંગે છે, પરંતુ મ્યુઝિક કંપની જણાવે છે કે તેઓ તેમના આર્ટિસ્ટ નથી. હું સમજી નથી શકતો કે તમે બહુ મોટા લોકો છો,

 

તમે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીને કંટ્રોલ કરી શકો છો કે રેડિયો માં શું આવશે, ફિલ્મોમાં શું આવશે, પરંતુ એવું ન કરો આ યોગ્ય નથી કે માત્ર બે લોકોના હાથમાં તાકાત છે, તે લોકો ટોચની બે મ્યુઝિક કંપનીઓ છે. તેઓના હાથમાં સત્તા છે કે તેઓ નિશ્ચિત કરે છે કે કોની પાસે ગવડાવવું  અને કોની પાસે નહીં ગવડાવવું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS