જામનગર : મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘનું અધિવેશન યોજાયું
ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના ગાંધીનગર એકમ મહાનગર પાલિકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ગત તારીખ ૩૦.૪.૨૦૨૬ ના રોજ ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારમાં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકોનું અધિવેશન આયોજિત કરવામાં આવેલ. આ કાર્યક્રમના અધ્યક્ષ પદે ધારાસભ્ય રીટા બેન પટેલ તેમજ ઉદ્ઘાટક તરીકે મેયર મીરાબેન પટેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ના ચેરમેન કિંજલ ભાઈ પટેલ શાસનાધિકારી પૂર્વેશ ભાઈ પટેલ ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયા મહામંત્રી એચ .કે .દેસાઈ બેંક ના ડાયરેક્ટ તન્વી બેન પટેલ તેમજ મહાનગર પાલિકા સંઘના પ્રમુખ મહેશભાઈ પટેલ મહામંત્રી રોહિત ભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યાં હતા.મુખ્ય વક્તા તરીકે કેળવણી કાર સંજયભાઈ થોરાટ હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં શિક્ષક ભાઈઓ બહેનો એ હાજરી આપી હતી. મેયર મીરાબેન પટેલ દ્વારા સંઘના આયોજન બદલ શુભેચ્છા પાઠવી હતી.ધારાસભ્ય રીટાબેન પટેલ દ્વારા શિક્ષકોના વિવિધ પ્રશ્નોમાં સરકાર દ્વારા હંમેશા હકારાત્મક સહયોગ મળે છે અને તેવો દ્વારા શિક્ષકોના વિવિધ પ્રશ્નો ઉકેલવામાં સહયોગ ની તત્પરતા દર્શાવેલ હતી.આત્મા નિર્ભર ભારત માટે આત્મ નિર્ભર શિક્ષણ અને આત્મ નિર્ભર શિક્ષણ માટે શિક્ષકો ની ભૂમિકાની અગત્યતા નો સ્વીકાર કરી પરસ્પર સહયોગ મળતો રહેશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.આ અધિવેશનમાં ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયા એ સંઘ ની રાજ્ય વ્યાપી કામગીરી તેમજ વિવિધ પ્રશ્નો ઉકેલવામાં સંઘની ભૂમિકા અંગે પ્રાસંગિક સંબોધન કરી અધિવેશનના આયોજન બદલ શુભેચ્છા પાઠવી હતી. આ કાર્યક્રમ સફળ બનાવવા સંઘના સહુ હોદેદારો અને આયોજક મિત્રો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી, મીઠાભાઈ પટેલ ગૌતમભાઈ પટેલ સહિત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના હોદેદારોએ હાજરી આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application