પાંચ ગામોમાં વિકાસના ઉદય માટે ધનસુખ માગતી મનપા

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકામાં આજે બપોરે ચેરમેન ઉદય કાનગડના અધ્યક્ષસ્થાને મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં તાજેતરમાં જ રાજકોટમાં ભેળવવામાં આવેલા માધાપર, ઘંટેશ્વર, મુંજકા, મોટામવા અને મનહરપુર-૧ સહિતના પાંચ ગામોમાં નળ, ગટર, રસ્તા, લાઈટ, સફાઈ,પાણી, ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન સહિતના પ્રાથમિક સુવિધાઓ ને લગતા આંતર માળખાકીય વિકાસ કામો માટે રૂ.૧૯ કરોડ ફાળવવા ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડને વિસ્તૃત તૈયાર કરેલી દરખાસ્ત મોકલવાનું મંજૂર કરાયું હતું.વિશેષમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદય કાનગડએ આજરોજ મળેલી મિટિંગમાં એજન્ડા માં રહેલી તમામ ૪૧ દરખાસ્તો મંજૂર થયાનું જણાવી દરખાસ્તો અંગેની વિગતો જાહેર કરી હતી જેમાં (૧) ધી જીપીએમસી એકટની કલમ-૨૮૯ અન્વયે ફાયર બ્રિગેડની અઠવાડિક કામગીરીના રિપોર્ટ જાણમાં લેવા બાબત (૨) ધી જીપીએમસી એકટની કલમ-૨૯(ક) હેઠળની જુદી જુદી વોર્ડ કમિટીના ઠરાવો જાણમાં લેવા બાબત (૩) જુનિયર ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર સંવર્ગની લાયકાત અને આર.આર.માં સુધારો કરી, જુનિયર ક્લાર્ક સંવર્ગમાં સમાવેશ કરવા (૪) રાજકોટ મહાપાલિકામાં ફરજ બજાવતા અધિકારીઓ તથા કર્મચારીઓએ બિમારી સબબ લીધેલ સારવાર માટે તબીબી સહાય આપવા માટે રાજકોટ શહેરની વધુ ૨૦ હોસ્પિટલોને માન્યતા આપવા


(૫) રાજયકક્ષાની ર૬મી જાન્યુઆરી, ૨૦૨૦(પ્રજાસતાક દિન)ની ઉજવણી સંદર્ભે કોર્પોરેશન ચોક, ઢેબરભાઈ રોડ, સર્કલ ૫ર આયુષ્માુન ભારત : હેલ્થા અને વેલનેસ સેન્ટરની થીમ મુજબ શણગારવા અંગેનું ખર્ચ મંજુર કરવા (૬) કોઠારીયા નાકા મિત્ર મંડળ ટ્રસ્ટ સંચાલિત જાહેર વાંચનાલયની મુદત લંબાવવા તથા ગ્રાંટ ફાળવવા (૭) તા.૦૨/૦૮/૨૦૧૯ના રોજ મુખ્યમંત્રીના હસ્તે વિવિધ યોજનાઓને આવરી લેતો સેવા સેતુ તથા વ્હાલી દીકરી યોજનાનો શુભારંભ તેમજ અર્બન ફોરેસ્ટ ઘનિષ્ઠ વૃક્ષારોપણ કાર્યક્ર્મ તથા અન્ય કાર્યક્રમનું ખર્ચ મંજૂર કરવા (૮) એક વર્ષ માટે ૧૭૦ ફેસ ડીટેકટર મશીનનો વાર્ષિક મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ કરવા (૯) સ્વચ્છ સર્વેક્ષણ અન્વયે તા.૦૮/૦૧/૨૦૨૦ના રોજ સફાઈ ઝુંબેશ અંતર્ગત પ્રિન્ટેડ લોગો સાથે ખરીદેલ ૧૦,૦૦૦ નંગ ટોપીનો થયેલ ખર્ચ બહાલ રાખવા (૧૦) બગીચા શાખાની રોજબરોજની આવશ્યક કામગીરીઓ માટે ગાર્ડન ઓજાર તેમજ નર્સરી એસેસરીઝ જરૂરિયાત મુજબથી દ્વિ-વાર્ષિક ધોરણે ખરીદ કરવા (૧૧) વોર્ડ નં.૦૪માં જુદી જુદી ટી.પી. સ્કીમના ટી.પી. રોડ પેવર કરવા અંગે (૧૨) વોર્ડ નં.૧૮માં આવેલ નેહરુનગર ૮૦ ફુટ રોડ, ઢેબરભાઈ રોડ(સાઉથ)થી પટેલ ચોક(હરિધવા ચોક) સુધી સી.સી.પ્રીકાસ્ટ ફ્લાવર બેડ ટાઇપ ડીવાઈડર બ્લોક નાંખવા (૧૩) રાજકોટ મહાનગરપાલિકાના વોટર વર્કસ, ન્યારી ઝોન અંતર્ગતના ન્યારી ફિલ્ટર પ્લાન્ટ ખાતે ૧૧ કે.વી. વી.સી.બી.નું એસઆઈટીસી કરવા અંગે (૧૪) પાણીના શુદ્ધિકરણ માટે લિક્વીડ પોલી એલ્યુમિનિયમ ક્લોરાઇડ ખરીદ કરવા (૧૫) રાજકોટ શહેરમાં સિવિલ હોસ્પિટલ ગ્રાઉન્ડમાં કમ્પાઉન્ડ વોલ બનાવવાનું તથા પાઇપ ગટર નાંખવા અંગે (૧૬)વોર્ડ નં.૧૮માં આવેલ પંચનાથ રીઅલ હોમ ૧ અને ૨ માં ૭૦:૨૦:૧૦ જનભાગીદારીથી ડી.આઈ. પાઈપલાઈન નાખવા(૨૦% કોર્પોરેટરની સને ૨૦૧૯-૨૦ની ગ્રાન્ટ) (૧૭) વોર્ડ નં.૩માં રેલનગર વિસ્તારમાં આવેલ અવધ પાર્ક શેરી નં.૦૧ થી ૦૬માં રબ્બર મોલ્ડ પેવીંગ બ્લોક નાંખવા (૧૮)વોર્ડ નં.૧૩માં ખીજડાવાળા રોડ પર આવેલ ચંદ્રેશનગરમાં હોકર્સઝોન તથા શોપીંગ સેન્ટર માટે આર્કીટેક્ટની નિમણૂક કરવા (૧૯) વોર્ડ નં.૦૭માં અખાભગત ચોકમાં મોડર્નાઇઝડ ટોઇલેટ બ્લોક બનાવવા (૨૦)વોર્ડ નં.૩માં પોપટપરા નાલા પાસેના શીખ ગુરૂદ્વારાની પાછળના ભાગમાં આવેલ લાલબહાદુર શાસ્ત્રીનગર શેરી નં.૦૫ના કોર્નર પાસે કમલા નિવાસ સામેના જુના કલવર્ટને દૂર કરી નવું કલવર્ટ કરવા અંગે (૨૧) મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલ વિવિધ કાર્યક્રમ તથા અન્ય કાર્યક્રમમાં ચૂકવેલ ખર્ચ બહાલ રાખવા તથા ચૂકવવાનું બાકી ખર્ચ મંજૂર કરવા અંગે (૨૨) ૨૬મી જાન્યુઆરી ૨૦૨૦ની ઉજવણી અંતર્ગત આઇ.સી.ડી.એસ. શાખાને સોંપેલ બે સર્કલના સુશોભન/ લાઇટીંગ ડેકોરેશન ખર્ચ મંજુર કરવા (૨૩)મહાપાલિકાની જુદી જુદી શાખાની ઝેરોક્ષ/ફોટો કોપીની જરૂરિયાત સંદર્ભે દ્વિવાર્ષિક રેઇટ કોન્ટ્રાકટ આપવા (૨૪) રાજકોટ મહાપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના જુનિયર ક્લાર્ક હંસાબેન આર. નાયકને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર ખાતેની પ્રતિનિયુક્તિ અન્વયે બજાવેલ ફરજો અને લંબાવવામાં આવેલ મુદ્દત વધારો બહાલ રાખવા (૨૫) ગુણાતીત જયોત મહિલા કેન્દ્રને ધાર્મિક મહાપૂજા માટે પૂજ્ય રણછોડદાસજી બાપુ કોમ્યુનિટી હોલ યુનિટ-૧ અને યુનિટ-૨ નિયત સમય મર્યાદા પહેલા બુકીંગ કરી આપવા (૨૬) રાજકોટ શહેરમાં એરપોર્ટ રોડ પર આવેલ રેલ્વે લેવલ ક્રોસિંગ નં.૦૪ પહોળો કરવા માટે રેલ્વે વિભાગને પ્રોજેકટ કોસ્ટની ડિપોઝીટ ભરવા (૨૭)વોર્ડ નં.૩માં માધાપર ડોગ શેલ્ટરમાં બિલ્ડીંગ રીનોવેશન, શેડ બનાવવા તથા નવો ઓફિસ રૂમ બનાવવા (૨૮)વોર્ડ નં.૩માં ટીપી-૨૩માં પ્લોટ નં.૧૨/બી તથા ૧૩/એ માં કમ્પાઉન્ડ વોલ બનાવવા (૨૯) રાજકોટ મહાપાલિકાની જુદી-જુદી શાખાઓ માટે પેપર સ્ટેશનરી ખરીદ કરવા દ્વિવાર્ષિક રેઈટ કોન્ટ્રાક્ટ કરવા (૩૦) વોર્ડ નં.૭માં આવેલ સંત તુલસીદાસ પ્રાથમિક શાળા નં.૧૬ માટે નવું સ્કુલ બિલ્ડીંગ બનાવવા (૩૧)સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના સેનેટરી સબ ઇન્સ્પેકટર ભારદ્વાજ મહેશભાઈ બારોટનું રાજીનામું પરત ખેંચી ફરજ પર પુન: લેવા (૩૨) રાજકોટ મહાપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ શાખા હસ્તકના ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની જુદી જુદી કેડરની હંગામી જગ્યાઓની વિશેષ મુદ્દત વધારવા (૩૩) રાજકોટ મહાપાલિકામાં નવા ભળનાર વિસ્તારના આઉટ ગ્રોથ એરિયા માટે હાથ ધરવાના થતા કામો માટે ફંડ ફાળવવા (૩૪) વોર્ડ નં.૬(ભાવનગર રોડ ફરિયાદ કેન્દ્ર)માં પ્રાઈવેટાઈઝેશનથી ભૂગર્ભ ગટર ફરિયાદ નિકાલ કરવા (૩૫) વોર્ડ નં.૧૮માં કોઠારીયા રોડ પર આજી ડેમ પોલીસ ચોકી પાસે આવેલ પંચનાથ રીયલ હોમ-૦૧માં ડ્રેનેજ લાઈન/હાઉસિંગ ચેમ્બર બનાવવા (૩૬) વોર્ડ નં.૩માં સ્લમ કવાર્ટર વિસ્તારની જુદી જુદી શેરીઓમાં સી.સી. તથા તેમજ રબ્બર મોલ્ડ પેવીંગ બ્લોક ફીટ કરવા (૩૭) વોર્ડ નં.૩માં પોપટપરા મેઇન રોડ પર શેરી નં.૧ના કોર્નર પાસે ડો. વિનુભાઇના દવાખાનાની બાજુમાં જુના કલ્વર્ટને દૂર કરી નવું કલ્વર્ટ કરવા (૩૮) રાજકોટ મહાપાલિકાના જુના સ્ક્રેપ વાહનો, જુના ટાયર-ટયુબ-ફ્લેપનું -ઓક્શન મારફતે વેચાણ કરવા (૩૯)શહેરના મધ્ય ઝોનના યુનિટ-એમાં સમાવિષ્ટ વોર્ડ નં.૨ તથા ૩માં પાર્ટ ટાઇમ સફાઇ કામદાર મારફતે સફાઇ તથા કચરો ઉપાડવાની કામગીરી માટેનો ત્રિ-વાર્ષિક કોન્ટ્રાકટ આપવા (૪૦)સંત કબીર રોડ પર, ગોકુલનગર ખાતે આવેલ રાજીવ આવાસ યોજનાના શોપિંગ સેન્ટરની દુકાનો જાહેર હરાજીથી વેંચાણથી આપી દસ્તાવેજ કરી આપવા (૪૧) બાંધકામ/વોટર વર્કસ/ડ્રેનેજ શાખામાં અલગ અલગ બજેટ સદરે વર્ગફેરથી વિશેષ બજેટ જોગવાઈ કરવા સહિતની ઉપરોક્ત તમામ ૪૧ દરખાસ્તો મંજૂર કરવામાં આવી હોવાનું અને કુલ રૂપિયા ૧૧.૩૧ કરોડના વિકાસકામો મંજુર કરાયાનું ચેરમેન ઉદય કાનગડએ જાહેર કર્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS