મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલની સાઈકલસવારી યથાવત: કર્મચારીઓ કારમાં આવવા લાગ્યા !

  • February 26, 2021 03:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ નોન મોટરાઈઝડ ટ્રાન્સપોર્ટેશનને પ્રોત્સાહન આપી રહ્યા છે. શહેરીજનો વધુને વધુ સાઈકલિંગ તરફ વળે તેમજ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતાં થાય તેવો તેમનો શુભઆશય છે. દરમિયાન મ્યુનિસિપલ કમિશનર છેલ્લા 5 મહિનાથી દર શુક્રવારે સાઈકલ લઈને કચેરીએ આવે છે અને તેમની અપીલને માન આપીને શઆતમાં અધિકારીઓ, ઈજનેરો અને કર્મચારીઓ પણ સાઈકલ લઈને આવતા હતા પરંતુ દર સપ્તાહે કર્મચારીઓની સંખ્યા ઘટતી ગઈ અને આજે પાંચ મહિનાના અંતે હવે ફકત ચાર જ અધિકારીઓ સાઈકલ લઈને કચેરીએ આવી રહ્યા છે, અન્ય તમામ ફરી કાર લઈને આવવા લાગ્યા છે.

 

 

વિશેષમાં મહાપાલિકાના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ મ્યુનિસિપલ કમિશનરે સાઈકલિંગ કરવાનું મુકયું નથી. આજે સતત 21મા શુક્રવારે તેઓ સાઈકલ લઈને કચેરીએ આવ્યા હતા. તેમની સાથે ડેપ્યુટી કમિશનર એ.આર. સિંહ, ડેપ્યુટી કમિશનર સી.કે. નંદાણી, આસિ.કમિશનર કમ પીએટુ મ્યુનિ.કમિશનર રવિન્દ્રસિંહ ચુડાસમા અને એસ્ટેટ ઓફિસર બી.એલ. કાથરોટિયા સહિત ફકત ચાર અધિકારીઓ સાઈકલ લઈને કચેરીએ આવ્યા હતા.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS