મુન્દ્રામાં નગરપાલીકા, તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતની ૪ બેઠક ઉપર ભાજપનેા કમળ સોળે કલાએ ખીલી ઉઠયો

  • March 04, 2021 09:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બંદરીય શહેર મુન્દ્રામાં સ્થાનીક સ્વરાજની ચુંટણીમાં ભાજપનો જવલતં વિજય સાથે નગરપાલિકા, તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતમાં વિજય સાથે ભાજપની ધમાકાદાર નગરપાલિકામાં પ્રથમવાર કબજા સાથે ૧૯ સીટ લઇ ભાજપનો દબદબો જોવા મળ્યો હતો. મુન્દ્રા તાલુકાની આર.ડી. હાઇસ્કુલમાં ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવી હતી. પ્રથમ બનવા જઇ રહી છે તેવી મુન્દ્રા બારોઇ નગરપાલિકામાં ૨૮ સીટોમાંથી ૧૯ સીટો ઉપર ભાજપએ વિજય હાંસલ કર્યેા હતો. મુન્દ્રા તાલુકાની ૧૮ તાલુકા પંચાયતની સીટોમાંથી ૧૦ ઉપર ભાજપનેા વિજય થવા પામ્યો છે તો મુન્દ્રામાં આવતી ૪ જીલ્લા પંચાયતમાં ચારેય બેઠક ઉપર ભાજપએ વિજય મેળવ્યો હતો તો કોંગ્રેસ મુન્દ્રા – બારોઇ નગરપાલિકામાં માત્ર ૯ સીટ ઉપર વિજય મેળવ્યો હતો તો તાલુકા પંચાયતમાં ૮ સીટ ઉપર કોંગ્રેસના ઉમેદવારોએ વિજય મેળવ્યો હતો. પ્રથમવાર મુન્દ્રા બારોઇ નગરપપાલિકા બની રહી છે.

 

 

ત્યારે ભાજપની ભવ્ય જીત થતા ભાજપના કાર્યકરોમાં ખુશીની લહેર જોવા મળી હતી. જીલ્લા પંચાયતમાં મોટી ભુજપર જીલ્લા પંચાયત ઉપર મહેન્દ્ર ગઢવીએ જીત મેળવી હતી. નાના કપાયા જીલ્લા પંચાયતમાં ભાજપના ઉમેદવાર વિરમ ગઢવી, સમાઘોઘા જીલ્લા પંચાયતમાં ભાજપના લમીબેન પાતારીયાએ, ભદ્રેશ્ર્વર જીલ્લા પંચાયતમાં પણ ભાજપએ જીત મેળવી હતી. સવારથી જ ચડાવ ઉતાર સાથે ચૂંટણીના પરિણામ જેમ જેમ આવતા હતા તેમ લોકોનો ઉત્સાહ અનેરો જોવા મળ્યો હતો. મોટી ભુજપર જીલ્લા પંચાયતમાં મુન્દ્રા તાલુકા કોંગ્રેસના પ્રમુખને હાર ખમવી પડી હતી.

 

 


તાલુકા પંચાયતમાં દેશલપર, છસરા, નાના કપાયા ૧, ૨, પત્રી, લાખાપર, મોટા કાંડાગરા, ભુજપર – ૧, સમાઘોઘા, ગુંદાલા ૧૦ ઉપર ભાજપના ઉમેદવારોએ વિજય મેળવ્યો હતો તો કોંગ્રેસએ ભદ્રેશ્ર્વર, મોટી ભુજપર – ૨,  મોટા કપાયા, ઝરપરા ૧–૨, રામાણીયા, સાડાઉ, લુણી ૮ ઉપર વિજય મેળવ્યો હતો. આજની પ્રથમવાર નગરપાલિકામાં ૧ નંબર વોર્ડમાં કોંગ્રેસની એન્ટ્રી થતા અને ચુંટણીના પરિણામએ બંને પક્ષોમાં ચિંતા જગાડી હતી. પરંતુ ધીરે ધીરે ભાજપની સીટો વધવા લાગતા ભાજપે છેલ્લો સુધી દબદબો સાથે જીત હાંસલ કરી હતી. યારે તાલુકામાં કયારેક ભાજપની સીટો આગળ તો કયાંક કોંગ્રેસ નો પંજો પણ ૮ સીટ ઉપર સીમીત રહૃાો હતો. ત્યારે ભાજપ તાલુકામાં પોતાના દબદબા સાથે મુન્દ્રા તાલુકા પંચાયત, નગરપાલિકા અને જીલ્લાની ૪ સીટો ઉપર ભારે બહત્પમતીથગી પોતાની તાકાત સાથે ફરી મુન્દ્રામાં કમળ ખીલી ઉઠયો છીે. કોંગ્રેસના અનેક આગેવાનેાને આજે હાર ખમવી પડી હતી.

 

 

તેનાથી કોંગ્રેસને મહામંથન કરવાની જરૂર છે તેવો લોકોમાંથી પ્રશ્ન ઉઠી રહૃાો હતો. આજની ચુંટણીના પરિણામ આવ્યા બાદ ભાજપના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ મુન્દ્રાની જનતાનો આભાર માન્યો હતો. તો તાલુકા ભાજપ પ્રમુખ વિશ્રામ ગઢવી, વાલજી ટાપરીયા, વાલજી લાખાણી, વિરમ ગઢવી, સામજી સોધમ, અસલમ તુર્ક, છાયાબેન ગઢવી વગેરેએ જનતાનો આભાર માન્યો હતો. તો કોંગ્રેસ વતી ચંદુભા જાડેજા, ઝરપરા સરપચં સામરાભાઇ સેડા, આશા લાખા ગીલવા, ભરત સેડા, કરશનભાઇ રામાણી, હરી મૌથર, ખીમરાજ સાખરા, નારણ ભારૂ, રામ કાનાણી, બુધીયા બારોટ, મંગા મેઘા વગેરે પ્રજાનો આભાર માન્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS