ટૂંક સમયમાં જ શરૂ થઇ જશે મલ્ટિપ્લેક્સ, આ છે તૈયારી 

  • May 22, 2020 01:47 PM 388 views

 

કોરોનાવાયરસની મહામારીને લઈને એક બાદ એક લોકડાઉન પછી ધીમે ધીમે રેલવે અને એરપોર્ટ પછી હવે મલ્ટીપ્લેક્ષ ખોલવા માટે પણ સરકાર તૈયારી કરી રહી છે. કોરોનાવાયરસની મહામારીને મલ્ટિપ્લેક્સ અને ફિલ્મ લઇને મોટો ઝટકો પડ્યો છે. પરંતુ હવે મલ્ટિપ્લેક્સ સામાન્ય લોકોનો વિશ્વાસ જીતવા માટે, પોતાનો ધંધો ચાલુ કરવા માટે પ્રયાસ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.


મલ્ટિપ્લેક્સ ચાલુ કરવા માટે સરકારે કઇ રીતે મંજૂરી આપશે તે માટે આ લાઈનના તજજ્ઞો જણાવી રહ્યા છે કે મલ્ટિપ્લેક્સ બંને શોની વચ્ચે ઓડિટોરિયમ સફાઈ અને જંતુ મુક્ત કરવામાં આવશે. આ ઉપરાંત કાર્યક્ષમતામાં ૩૦ ટકાનો ઘટાડો પણ કરવામાં આવશે. જેના કારણે દિવસ દરમિયાન સોની સંખ્યામાં ઘટાડો થશે અને થોડી જ ફિલ્મો બતાવવામાં આવશે.


કેટલાક નિષ્ણાતો જણાવી રહ્યા છે મલ્ટિપ્લેક્સ શરૂ કરવાના શરૂઆતના દિવસોમાં કોઈ મોટી સમસ્યા નહીં નડે. કારણ કે પ્રારંભિક દિવસોમાં ઓછી સંખ્યામાં ફિલ્મો બતાવવામાં આવશે.


ફિલ્મ નિર્માતાઓ પણ પ્રેક્ષકોના રિસ્પોન્સની રાહ જોશે.તેમજ કેટલાક મલ્ટિપ્લેક્સ શોના સમય નક્કી કરવા પર વિચારણા કરી રહ્યા છે. જેથી બે શો માટે એન્ટ્રી,એક્ઝિટ અને ઈન્ટરવલ એકસાથે ન હોય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે.


અત્યાર સુધી દરરોજ પાંચ સ્ક્રીન પર આવતા હતા મોટાભાગની મુવી માત્ર બે કલાકની હોય છે તેઓને ઇન્ટરવલ અને જાહેરાતો માટે સમય રાખવો પડે છે પરંતુ હવે દરેક સ્ક્રીન હાલો દીઠ એક શોનો ઘટાડો કરવામાં આવશે, તેની કાર્નિવલ સિનેમામા 20 ટકાથી વધારે અસર પડી શકે છે. 


આ ઉપરાંત કોન્ટેક્ટ લેસ ટિકિટ વ્યવસ્થા રાખવામાં આવશે ખાદ્ય અને પીણાં ઓનલાઇન માનવામાં આવશે તેમજ થ્રી-ડી ફિલ્મો માટે સિંગલ ગ્લાસ વાપરવામાં આવશે. તેમના માટે આરોગ્યસેતુ એપ, માસ્ક અને ગ્લોઝ પહેરવું ફરજિયાત બનાવવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application