હવે રાજધાનીમાં મળશે સ્માર્ટ સુવિધા, પ્લેનમાં મુસાફરી કર્યા જેવો થશે અનુભવ

  • July 20, 2021 12:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજધાની એકસપ્રેસમાં પણ હવે એકદમ સ્માર્ટ ટ્રેન જેવી સુવિધાઓ મળવા લાગશે. આ ટ્રેનમાં સ્માર્ટ કોચ હશે જેનાથી મુસાફરોને વધારે સેટી અને આરામદાયક મુસાફરી કરવાનો આનદં મળી શકશે. ભારતમાં સ્માર્ટ કોચ વર્ષ ૨૦૧૮માં બનીને તૈયાર થયો હતો. ૧૨–૧૪ લાખ રૂપિયાનો વધારાનો ખર્ચ કરીને સ્માર્ટકોચ રાયબરેલીની મોર્ડન કોચ ફેકટરીમાં તૈયાર કરવામાં આવ્યો હતો.

 


મુંબઈ–દિલ્હી રાજધાની એકસપ્રેસમાં હાય કવોલિટીના સ્માર્ટ કોચની સુવિધા આપવામાં આવશે. મુંબઈ રાજધાની એકસપ્રેસમાં એલએચબી કોચને હટાવીને તેજસ કલાસના હાય કવોલિટીના સ્માર્ટ કોચ લગાવવામાં આવ્યા છે, જે અત્યાધુનિક સુવિધાઓ પૂરી પાડે છે. ઈન્ડિયન રેલવેનો દાવો છે કે સ્માર્ટ રેક સાથે જોડાવાથી મુસાફરોની યાત્રા આરામદાયકની સાથે સુરક્ષિત પણ થશે.

 


મુંબઈ સેન્ટ્રલથી નિઝામુદ્દીન જતી રાજધાની એકસપ્રેસ ટ્રેનમાં સ્માર્ટ કોચ લગાવવામાં આવ્યા છે, જેમાં ઓટોમેટિક દરવાજા છે. સ્માર્ટ કોચના તમામ દરવાજા બધં નહીં હોય તો ટ્રેન ચાલુ નહીં થાય. આ તમામ દરવાજાનો કંટ્રોલ ટ્રેનના લોકો પાઈલટ પાસે હશે. આ ટ્રેન તેજસ ટ્રેનની સ્માર્ટ ટેકનોલોજી પર આધારિત છે, જેમાં તમામ કોચમાં પહેલીવાર ઐંઘી સકાય તેવી સીટો લગાવવામાં આવી છે. જેમાં ૩એસી, ૨એસી અને ફસ્ટ એસીના સ્માર્ટ કોચનો સમાવેશ થાય છે. જેનાથી મુસાફરોની યાત્રા આરામદાયક બની રહેશે.

 


સ્માર્ટ કોચમાં મુસાફરોનું કન્ફોર્મેશન અને કોચ કમ્યુટિંગ યુનિટ લગાવવામાં આવ્યું છે. તેજસ સ્માર્ટ કોચવાળી રાજધાની ટ્રેનમાં એરક્રાટની જેમ વાયો વેકયુમ ટોઈલ સિસ્ટમ લગાવવામાં આવી છે, જેના દ્રારા પાણીનો ઉપયોગ ઓછો થશે. રાજધાનીના તમામ ડબ્બામાં ફાયર અલાર્મ અને ડિટેકશન સિસ્ટમની સુવિધા છે. જો કોઈ કોચમાં ધૂમાડો દેખાય છે તો ફાયર અલાર્મમાં લાગેલા સેન્સર તેને ડિટેકટ કરી લેશે અને ઓટોમેટિક બ્રેક વાગી જશે.

 


મુંબઈ રાજધાનીના આ સ્માર્ટ કોચમાં ડે–નાઈટ વિઝન, ફેસ રેકોાઈઝેશન અને વીડિયો રેકોડિગ સિસ્ટમ છે. પેસેન્જર ઈન્ફોર્મેશન સેન્ટર, ડિજિટલ ડેસ્ટિનેશન બોર્ડ, મેડિકલ કે સુરક્ષા ઈમર્જન્સીની સ્થિતિમાં તાત્કાલિક ટોકબેકની સુવિધા આપવામાં આવી છે. એક એપ દ્રારા મુંબઈ રાજધાનીના મુસાફરો અટેન્ડેન્ટના સંપર્કમાં પણ રહી શકે છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS