રણવીર સિંહ, આલિયા સહિતના 10 સ્ટાર્સની વેનિટી વેનનો ઉપયોગ કરી રહી છે મુંબઇ પોલીસ

  • April 26, 2021 08:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

રોનાની બીજી લહેરથી સૌથી વધારે પ્રભાવિત રાય મહારાષ્ટ્ર્ર છે. લોકો આ મહામારીનો સામનો કરવા માટે પોતાની ક્ષમતા અનુસાર પ્રશાસનની મદદ કરી રહૃાા છે. આ સ્થિતિમાં બોલિવૂડે પણ કર્ફયુમાં તૈનાત પોલીસની મદદ  માટે હાથ લંબાવ્યો છે. રણવીર સિંહની વેનિટી વેન અને આલિયા ભટ્ટની ફિલ્મ ગંગૂબાઈ કાઠિયાવાડીનો સેટ મુંબઈ પોલીસને ઉપયોગ માટે આપવામાં આવ્યો છે. વેનિટી વેનના માલિક કેતન રાવલે કહૃાું કે, મેં રોહિત શેટ્ટીની ફિલ્મ સર્કસ, સંજય લીલા ભણસાલીની ફિલ્મ ગંગૂબાઈ કાઠિયાવાડી અને આનંદ એલ રાયની ફિલ્મ રક્ષાબંધનનો સેટ મુંબઈ પોલીસની સેવામાં આપી દીધો છે.

 

થાનેના પોલીસ કમિશનરનો ફોન આવ્યો હતો અને અમે પોલીસ ઓફિસરને ૧૦ વેનિટી વેન આપી રહૃાા છીએ. અમારી પાસે ઘણી વેનિટી વેન છે અને મુંબઈ પોલીસ ફ્રટં લાઈન વર્કર છે. કેતને જણાવ્યું કે, ગયા વર્ષે અમે કોવિડની ડ્યુટીમાં તૈનાત મહિલા પોલિસને વેનિટી વેન આપી હતી. જેનો ઉપયોગ તેમણે આરામ કરવા માટે, વોશરૂમનો ઉપયોગ કરવા માટે તેમજ ઘરે જતા પહેલા કપડા બદવા માટે કર્યેા હતો. આખું રાજ્ય અનલાક થઈ જાય પછી વેનિટી વેનને સેનિટાઈઝ કરવામાં આવશે અને બોલિવૂડ સેલેબ્સ તેનો ઉપયોગ કરી શકશે.

 

 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS