મુંબઇ જળબંબોળ: રેડ એલર્ટ: બિલ્ડિંગ પડતા ૧૧ના મોત

  • June 10, 2021 12:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આગામી ત્રણ દિવસ ભારે વર્ષા થશે: ગઈકાલે અનેક ગામડા અને મુંબઈ શહેર જળબંબાકાર થયા બાદ ચાર જિલ્લાઓમાં એનડીઆરએફ મદદે



મહાનગરી મુંબઇ માં ગઈકાલે ભયંકર વરસાદ પડયો હતો અને અનેક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા અને લોકલ ટ્રેનો તેમજ બસ સેવા ખોરવાઈ ગઈ હતી. આજે સતત બીજા દિવસે પણ અનેક વિસ્તારોમાં વરસાર થઇ રહ્યો છે. ફિલ્મ અભિનેતા ક્ષત્રુધ્નસિંહાના ઘરમાં પાણી ઘૂસી ગયા હોવાના અહેવાલો મળી રહ્યા છે. હવે હવામાન વિભાગ દ્રારા મુંબઈ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આગામી ત્રણ દિવસ મુંબઈ સહિત આસપાસના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

 


મહારાષ્ટ્ર્રના સિંધુદુર્ગ રત્નાગીરી પાલઘર અને રાયગઢમાં એનડીઆરએફની ટીમો ગોઠવી દેવામાં આવી છે અને આગામી દિવસોમાં મહારાષ્ટ્ર્રમાં ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે યારે નીચાણવાળા વિસ્તારો માંથી લોકોને ખસેડવાની કામગીરી પણ શ કરવામાં આવી છે.

 


આજે મુંબઈ માં હાઈટાઈડની ચેતવણી પણ આપવામાં આવી છે અને દરિયાની આસપાસ નહીં જવાની લોકોને સૂચના અપાઇ છે. ગઈકાલે મુંબઈના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને ભયંકર વરસાદને પગલે લોકલ ટ્રેનની સેવા થોડાક સમય માટે ખોરવાઈ ગઈ હતી અને ત્યારબાદ ધીમી પાડી દેવામાં આવી હતી.

 


એ જ રીતે મુંબઈમાં લોકલ બસ સેવા પણ અવરોધ આવી ગઈ હતી અને અનેક બદલવા પડા હતા અને મુંબઈગરા ગઇકાલના ભયંકર વરસાદમાં ભારે પરેશાન થઇ ગયા હતા પરંતુ હજુ પણ આગામી દિવસોમાં તેમને મુકિત મળવાની નથી અને ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે ત્યારે સમગ્ર જનજીવન પર વિપરીત અસર પડશે.

 


દરમિયાનમાં હવામાન વિભાગ દ્રારા મુંબઇ તેમજ પાલઘર થાણે અને રાયગઢ જેવા જિલ્લાઓ માટે પણ રેડ એલર્ટ જાહેર કયુ છે અને ત્યાં પણ ભારેથી અતિભારે વરસાદ આગામી ત્રણ દિવસમાં પડવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે ગઇકાલે પણ મુંબઈની જીંદગી થંભી ગઈ હતી અને સવારથી સાંજ સુધી ઘરની બહાર રહેતા લોકો માટે ભારે મુશ્કેલી સર્જાઈ ગઈ હતી અને કામ ધંધા પર જવા માટે ભારે તકલીફ પડી હતી

 

મલાડની દુર્ઘટનામાં ૧૮ને ઇજા
મૂશળધાર વરસાદને પગલે મલાડ (વેસ્ટ)માં બિલ્ડિંગ ધ્વસ્ત થઈ હોવાનો અંદાજ



મુંબઈમાં  મોડી રાત્રે એક કણ દુર્ઘટના ઘટી છે. ચાર માળની એક બિલ્ડિંગ ધરાશાયી થતા નવ લોકોના મોત થયા છે. બૃહમુંબઈ મ્યુનિસિપલ કોર્પેારેશ (બીએમસી)ના જણાવ્યા મુજબ મુંબઈના મલાડ (વેસ્ટ)માં માલવણી વિસ્તારમાં એક રહેણાંક ઈમારત ધરાશાયી થતા ૧૧ લોકોના મોત થયા છે અને ૧૮થી વધુ લોકો ઘાયલ થયા છે. સ્થાનિકો તેમજ ફાયરની ટીમ દ્રારા રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલુ છે.

 


આ બિલ્ડિંગ તેની બાજુમાં નિર્માણાધીન બિલ્ડિંગ ઉપર પડતા તેને પણ અસર થઈ હતી. ધારાશાયી થયેલી બિલ્ડિંગમાં રહેતા લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. હજુ પણ સર્ચ અને રેસ્કયૂ ઓપરેશન ચાલુ છે. ઈજાગ્રસ્તોને બીડીબીએ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. મુંબઈના ઝોન ૧૧ના પોલીસ કમિશનર વિશાલ ઠાકુરના જણાવ્યા મુજબ મહિલાઓ અને બાળકો સહિત ૧૫ લોકોને બચાવી લેવાયા છે અને તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. કાટમાળ નીચે હજુ પણ કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા છે. લોકોને બચાવવા ટીમ તૈનાત છે.

 


મુંબઈમાં છેલ્લા ૨૪ કલાકમાં ભાર વરસાદ ખાબકયો છે. જેને પગલે કેટલીક ઈમારતો પ્રભાવિત થઈ છે. મહારાષ્ટ્ર્રના મંત્રી અસલમ શેખે જણાવ્યું કે રાહત અને બચાવ કામગીરી શ છે અને ઈજાગ્રસ્તોને ઝડપથી સારવાર મળે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

 


એક સ્થાનિકે આ દુર્ઘટના અંગે જણાવ્યું હતું કે, રાત્રે ૧૧ વાગ્યા આસપાસ ઈમારત ધરાશાયી થઈ હતી. બે લોકોએ આ બિલ્ડિંગ ખાલી કરવા જણાવ્યું હતું ત્યારબાદ હત્પં બહાર આવી ગયો હતો. દુર્ઘટના વખતે બિલ્ડિંગમાં ૨૦થી વધુ લોકો હાજર હતા અને કેટલાક બહાર નિકળવામાં સફળ રહ્યા હતા.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS