રાજકોટ રેલવે સ્ટેશને માત્ર 20 મિનિટના ગાળામાં મુંબઈની બબ્બે ટ્રેનો: બાકી આખો દિવસ ઝિરો

  • March 04, 2021 05:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઈન્સ્પેકશનમાં આવેલા જનરલ મેનેજરનું ધ્યાન દોરતા ડીઆયુસીસી મેમ્બર મહેશ છાયા: ડબલટ્રેક અને ઈલેકટ્રીક ફિકશનનું કામ વહેલીતકે પુરું કરવા રજૂઆત


કોરોના મહામારીના વખતથી રેગ્યુલર ટ્રેનો બંધ છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી વધુ ભાડાં સાથે શ કરાયેલી સ્પેશિયલ ટ્રેનોમાં રાજકોટ રેલવે સ્ટેશને બપોરે 3 વાગ્યાથી 3-30 સુધીના ગાળામાં મુંબઈથી બે ટ્રેનો છે તેની સામે બાકીના સમયમાં એક પણ મુંબઈની ટ્રેન નહીં હોવા અંગે ડીઆયુસીસી મેમ્બર મહેશ છાયાએ વેસ્ટર્ન રેલવે જનરલ મેનેજરનું ધ્યાન દોરીને યોગ્ય પગલાં લેવા જણાવ્યું હતું.

 


રાજકોટ-સુરેન્દ્રનગર સેકશનનું ઈન્સ્પેકશન કરવા આવી પહોંચેલા વે.રે. જનરલ મેનેજર આલોક કંસબેન પાઠવેલા લેખિત આવેદનમાં તેમજ બ રજૂઆતમાં જણાવ્યા મુજબ રાજકોટ સ્ટેશનેથી અગાઉ રેગ્યુલર સૌરાષ્ટ્ર જનતા અને સૌરાષ્ટ્ર મેલ ટ્રેનો ઉપડતી તે પ્રકારનો સમય રાખવા ઘટતા ફેરફાર કરવા જણાવ્યું હતું.

 


ડીઆરયુસીસી મેમ્બરે પાઠવેલા વિસ્તૃત આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ચમારજ-રાજકોટવચ્ચે ડબલ લાઈનનું કામ તેમજ સુરેન્દ્રનગર-રાજકોટ સેકશનમાં વિદ્યુતિકરણનું ત્વરીત પૂર્ણ કરવું જોઈએ. રાજકોટ રેલવે સ્ટેશન પર બનતા એસ્કેલેટરનું કામ વહેલીતકે પૂર્ણ કરવું, હાપા રેલવે સ્ટેશન પર પ્લેટફશેર્મ નં.1થી 2માં (રાજકોટ તરફ) ફૂટ ઓવરબ્રિજ તેમજ લીફટ મુકવા, અમદાવાદ-ચેન્નઈ એકસપ્રેસ રાજકોટ સુધી લંબાવવી, બાંદ્રા-જામનગરને ખંભાળિયા સુધી લંબાવવી, હાલમાં જામનગર-વડોદરા સપ્તાહમાં પાંચ દિવસ ચાલુ કરેલ છે તે સુરત સુધી જે મેલ એકસપ્રેસ ટ્રેન હાપામાં ટર્મિનેટ થાય છે તે બધી જામનગર સુધી લંબાવવી, ટ્રેન નં.11087, 11088 વેરાવળ-પુના સાપ્તાહિક ટ્રેન ચાલે છે તેને ભક્તિનગરમાં સ્ટોપ આપવા સહિતની રજૂઆતો કરાઈ હતી.

 

વાંકાનેર-મોરબી-વાંકાનેર સ્પે. ડેમુ ટ્રેનમાં રિઝર્વેશન પ્રથા અને ફી આજથી જ બંધ


ગત તારીખ પહેલીથી શરૂ થયેલી વાંકાનેર મોરબી વાંકાનેર ડેમુ ટ્રેનની 3 - 3 અપડાઉન ટ્રીપમાં આજથી જ રિઝર્વેશન અને રિઝર્વેશન ફીના રૂ. 15 લેવાનું બંધ કરવામાં આવ્યું છે. ગઇ તા. 1લી માર્ચથી શરૂ થયેલી વાંકાનેર - મોરબી - વાંકાનેર વચ્ચે ડેમુ સ્પેશિયલ ટ્રેનો (અંતર 28 કિ.મી.)ની સંપૂર્ણ આરક્ષિત સ્પેશિયલ ટ્રેનોનું કામકાજ શરૂ કર્યું હતું. તેમાં ફરજિયાત રિઝર્વેશનમાં ટિકિટ ભાડું 10 ઉપરાંત રિઝર્વેશન ફીના રૂ. 15 મળી રૂ. 25 એટલે કે ટિકિટભાડામાં દોઢસો ટકા વધારો કરાયો હતો. પરંતુ હવે આ ટ્રેનોમા આજે તા. 4/03/2021થી જ અનામત સ્પેશિયલ ટ્રેનોને બદલે અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેનો તરીકે ડેમુ સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કે વધારાના રૂ. 15 લેવાનું બંધ કરવામાં આવ્યું છ્ે. રાજકોટ વિભાગના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા મુજબ, આ ટ્રેનોના મુસાફરો માટે આરક્ષણ કેન્દ્રમાં 04.03.2021 થી ટ્રેનોનું બુકિંગ બંધ કરવામાં આવ્યું છે.

 


હાલમાં આ ટ્રેનો માટે જ મુસાફરીની ટિકિટ આપવામાં આવશે. આ ટ્રેનોમાં પણ સીઝન ટિકિટ જારી કરવાની મંજૂરી નથી. બધા મુસાફરોએ કોરોના ભહામારી સામે તકેદારી રૂપે સામાજિક અંતર અને ફેસ માસ્ક પહેરીને કોવિડ -19 ના સૂચિત પ્રોટોકોલનું પાલન કરવા અનુરોધ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS