મુંબઈ અને અમદાવાદને મળી શકે છે આઈપીએલ મેચોની મેજબાની

  • February 22, 2021 09:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાને કારણે આઈપીએલ 2020નું આયોજન યૂએઈમાં થયું હતું

મુંબઈ અને અમદાવાદમાં આઈપીએલની આગામી 14મી સીઝનની મેચોનું આયોજન થઈ શકે છે. તેમાં મુંબઈના ચાર સ્થળો પર લીગ મેચનું આયોજન થઈ શકે છે જ્યારે અમદાવાદમાં સરદાર પટેલ સ્ટેડિયમમાં પ્લેઓફ સમયની મેચનું આયોજન થઈ શેક છે. સૂત્રો અનુસાર લીગ તબક્કામાં માચેનું આયોજન ચાર સ્ટેડિયમમાં કરવાને લઈને ચચર્િ કરવામાં આવી છે. આઈપીએલ 14ની શરૂઆત એપ્રિલના બીજી સપ્તાહ અથવા ત્યાર બાદ થઈ શકે છે.

 


આ મામલે જાણકારી રાખનાર એક સૂત્રએ કહ્યું, હાલમાં મુંબઈમાં ચાર સ્ટેડિયમોમાં લીગ મેચની મેજબૂની કરવાની ચચર્િ છે. તેમાં બ્રેડબોર્ન સ્ટેડિયમ, વાનખેડે સ્ટેડિયમ, ડી. વાઈ પાટિલ સ્ટેડિયમ અને રિલાયન્સ ક્રિકેટ સ્ટેડિયમ સામેલ છે. પ્લેઓફ મેચોનું આયોજન અમદાવાદના મોટેરા સ્થિત સરદાર પટેલ સ્ટેડિયમમાં આયોજિત કરવામાં આવશે. તેમણે આગળ કહ્યું કે, જોકે તેની હાલમાં સત્તાવાર કોઈ જાહેરાત થઈ નથી. ટૂનર્મિેન્ટનું આયોજન એપ્રિલના બીજા સપ્તાહ અથવા ત્યાર બાદ કરવામાં આવી શકે છે.

 


સૈયદ મુશ્તાક અલી ટી20 અને વિજય હઝારે વનડે જેવી ઘરેલુ ટૂનર્મિેન્ટની સફળ મેજબાનીએ ભારતીય ક્રિકેટ ક્ધટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઈને ભારતમાં આઈપીએલ કરાવવાનો રસ્તો સરળ કરી દીધો છે. કોરોનાને કારણે આઈપીએલ 2020નું આયોજન યૂએઈમાં થયું હતું.

 


બીસીસીઆઈ કોષાધ્ય7 અરૂણ ધૂમલે વિતેલા મહિને કહ્યું હતું કે, આઈપીએલ 2021 ભારતમાં જ આયોજિત કરવામાં આવશે. તેમણે આઈએએનએસને કહ્યું હતું, જેમ કે હાલમાં હજુ સુધી નક્કી નથી થયું કે આઈપીએલ ભારતમાં થશે. જો એવી સ્થિતિ રહેશે (ભારતમાં કોરોના કેસ ઘટશે) તો તે ભારતમાં થવી જોઈએ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS