મુંબઈ: ધસમસતી ટ્રેન અને ટ્રેક પર પડ્યું બાળક, રેલવે કર્મચારીનું સાહસ જોઈ શ્વાસ થંભી જશે

  • April 21, 2021 04:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આપણે ત્યાં કહેવત છે કે ’રામ રાખે તેને કોણ ચાખે’ જાણે આ કહેવત ખરા અર્થમાં ચરિતાર્થ થતી હોય તેમ મુંબઈના એક રેલવે પ્લેટફોર્મ પર પોતાના નાના બાળક સાથે ચાલીને જતી અંધ માતાનું બાળક રેલવે ટ્રેક પર પડ્યું. તો એ જ ટ્રેક પર વિજળીની ઝડપે એક સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન પાવો વગાડતી દોડીને આવી રહી હતી. અશુભની આશંકાએ માતા મદદ માટે ચીસાચીસ કરી રહી હતી અને જાણે વિધિની ઠોકરથી આજીવન અંધારાનો અભિશાપ ભોગવતી માતાની આ દ્રવ્યનાક ચીસો સાંભળીને ખુદ વિધાતાને પણ પ્રેરણા મળી હોય તેમ અચાનક એક વ્યક્તિ દોડીને આવ્યો અને 30 સેક્ધડમાં ધસમસતા મોત સામેથી બાળકને બચાવી લીધો તે પણ કોઈપણ જાતના નુકસાન વગર.

 


વાંચીને જ હાથપગ ઠંડા પડી જાય તેવી આ ઘટના મુંબઈના મુખ્ય સ્ટેશન સીએસએમટીથી 100 કિમી દૂર આવેલા વાંગણી રેલવે સ્ટેશનની છે. જો સ્ટેશનના સીસીટીવી કેમેરામાં આ ઘટના કેદ ન થઈ હોત તો કોઈને માનવામાં પણ ન આવે. વાંગણી રેલવે સ્ટેશન પરથી ઉદયન એક્સપ્રેસ તેની ફૂલ સ્પીડથી પસાર થવા માટે આવી રહી હતી તેવામાં રેલવેના કર્મચારી મયુર શેલકે(30)ના કાને અચાનક જ એક બાળકના રડવાનો અવાજ અને એક મહિલાની ચીસાચીસ સાંભળવા મળી. શેલકે રેલવેમાં પોઇન્ટ્સમેનની ફરજ બજાવે છે તેનું કામ છે રેલવેના સિગ્નલ ચેક કરવાનું. તેણે અવાજી દિશામાં જોયું તો એક 6 વર્ષનો બાળક પ્લેટફોર્મ પરથી પડીને પાટા પર પડ્યો હતો.
બાળક પ્લેટફોર્મ પર ચડવા માટે હવાતિયા મારતો હતો અને મહિલા મદદ માટે આર્તનાદ કરી રહી હતી. જોકે મહિલા પોતે અંધ હોવાથી બાળકને પ્લેટફોર્મ પર ખેંચી શકે તેમ નહોતી. મહિલાની હાવભાવ અને એક્શન જોઈને શેલકેને આ વાતનો અંદેશો આવી ગયો અને તેણે એક પળનો પણ વિચાર કયર્િ વગર પ્લેટફોર્મ પરથી ટ્રેક પર કૂદીને બાળક તરફ દોડ મૂકી. આ દરમિયાન ટ્રેન પણ તેની ઝડપે ધસમસતી બાળક અને શેલકે તરફ આવી રહી હતી

 


શેલકે દોડીને બાળક સુધી પહોંચ્યો અને તેણે બાળકે ઉઠાવીને પ્લેટફોર્મ પર ચડાવ્યો અને પોતે પણ ખૂબ જ ઝડપથી પ્લેટફોર્મ પર ચડ્યો. બસ તે પછી સેક્ધડમાં ટ્રેન પાવો મારતી ધસમસતી પસાર થઈ. આ ઘટનામાં જો ફક્ત 5-6 સેક્ધડનું પણ આઘુપાછું થાત તો એક મોટી કરુણાંતિકા સર્જાઈ જાત. સેન્ટ્રલ રેલવેના મુખ્ય પીઆરઓ શિવાજી સુતારે જણાવ્યું કે શેલકે સેન્ટ્ર્લ રેલવેમાં પોઇન્ટ્સમેન તરીકે ફરજ બજાવે છે. તેમની ફરજ છે કે ટ્રેનનું સિગ્નલ બરાબર કામ કરી રહ્યું છે કે નહીં તે ચેક કરવાનું. તેમના સાહસભયર્િ પગલાથી આજે એક દિવ્યાંગ માતાનો પુત્ર બચી ગયો છે અને તેણે શેલકેનો ખૂબ આભાર માન્યો છે. શેલકેના આ કામની સુવાસ રેલવે પ્રધાન પિયુષ ગોયલ સુધી પહોંચી અને તેમણે શેલકે વ્યક્તિગત ફોન કરીને શાબાસી આપવા સાથે તેના વખાણ કયર્િ હતા. ગોયલે આ ઘટના અંગે ટ્વિટ કરીને પણ જણાવ્યું કે ’રેલવે મેન મયુર શેલકેના આ કાર્ય પર અમે ખુબ જ ગૌરવાંવિત છીએ જેણે ખૂબ જ અદમ્ય સાહસ સાથે પોતાનો જીવ જોખમમાં નાખીને બાળકનો જીવ બચાવ્યો છે.’

 


એશિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટ્રાન્સપોર્ટ ડેવલોપમેન્ટે શેલકેને રુ. 50000નું ઇનામ જાહેર કર્યું છે. શેલકે જેણે 6 મહિના પૂર્વે જ રેલવેમાં નોકરી મેળવી હતી. જેણે પોતોના આ સાહસિક કાર્ય પ્રત્યે ખૂબ જ નમ્રતા સાથે કહ્યું કે, ’જ્યારે મે આ બાળકને ટ્રેક પર જોયો ત્યારે હું ડ્યુટી પર હતો. એક સેક્ધડ માટે તો હું અચકાયો કે શું કરું. પરંતુ પછી મે નક્કી કરી લીધું કે મારે બાળકને બચાવવો જોઈએ અને હું એકદમ દોડી ગયો કે જેથી ટ્રેન પહોંચે તે પહેલા હું પહોંચી જાઉં.’


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS