જૂની કાપડ મિલની જગ્યામાં કરોડોનો પ્રોજેકટ હજી રોકાણકારોને સોંપ્યો નથી ત્યાં નવા પ્રોજેકટની જાહેરાતો

  • April 25, 2021 02:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરના કેનાલ રોડ ઉપર જૂની કાપડ મિલ તરીકે ઓળખાતી લગભગ ૩૫ હજાર વાર જમીન ઉપર દશેક વર્ષ પહેલા 'સિટી ટ્રેડ સેન્ટર'ના નામથી મોટો કોમર્શિયલ પ્રોજેકટ પ્રખ્યાત બિલ્ડર પેઢી બેકબોન એન્ટરપ્રાઇસ' તથા અમદાવાદની પેઢી 'નીવા ઇન્ફ્રાસ્ટ્રકચર' ના સંયુકત સાહસથી શ કરવામાં આવેલ અને તે અંગે મોટી મોટી જાહેર ખબરો પણ આ પ્રોજેકટના ફોટા સાથે વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. જેને લીધે અનેક રોકાણકારોએ આ પ્રોજેકટમાં શોમ, દુકાનો, ઓફિસો, બુકિંગ કરાવેલ, તેના સંચાલકોએ રોકાણકારો સાથે સાટાખત કરારો પણ કરેલ અને અમુક રોકાણકારો પાસેથી કાચી ચિઠ્ઠીને આધારે નાણાં પણ મેળવેલ હતા.

 

 


તેમાં રાજકોટ અને આજુબાજુના ગામોના અનેક સોની, વેપારીઓએ રોકાણ કરેલ, જેમાં બુકિંગ લેતી વખતે બિલ્ડરોએ પ્રોજેકટ ૩૦ માસમાં પૂર્ણ કરી કબજો સોંપી આપવાની વાતો કરેલ હતી, પણ અચાનક આ પ્રોજેકટનું કામકાજ બધં કરી દેવામાં આવેલ, જેથી રોકાણકારોએ આ બંને બિલ્ડર પેઢીઓના ધક્કા ખાઇ રહ્યા છે, પરંતુ આયોજકો દ્રારા વાયદાઓ છેલ્લા ૧૦ વર્ષથી કરવામાં આવી રહ્યા છે.

 

 


દરમિયાન થોડા સમય અગાઉ આ પ્રોજેકટની જગ્યાએ વૈષ્ણવ એવન્યુ નામનો રહેણાક લેટનો પ્રોજેકટ બેકબોન એન્ટરપ્રાઇસના સંચાલકોએ શ કર્યેા હતો, તેમાં પણ ''પ્રભુના પાડોશી બનવાની ધન ઘડી'' જેવા ધાર્મિક સ્લોગનો લખી મોટી મોટી જાહેરાતો પ્રસિદ્ધ કરાવેલ. જેનાથી જૂના રોકાણકારોને છેતરાયાનો અહેસાસ થયેલ, જેમાં જૂના રોકાણકારોને કરાર મુજબ તેમની મિલકતોનો કબજો આપવાને બદલે આ બિલ્ડરોએ ત્યાં નવો પ્રોજેકટ શ કરી રોકાણકારોને ચૂનો લગાડવાનો કારસો રચેલ હોવાનું જણાઈ આવતા જૂના રોકાણકારો પૈકી અંકિત જવેલર્સવાળા મનોજભાઇ સોની, નરોતમભાઈ સોની, ડો.અલીહત્પશેન વોરા, દેવેનભાઇ દેસાઇ, શૈલેષભાઈ ચાવડા, બિપિનભાઈ મલકાન તમામ લોકોએ દસ્તાવેજી આધાર પુરાવાઓ સાથે પોલીસને ફરિયાદો આપેલ પરંતુ જવાબદાર તમામ સંચાલકો સામે પોલીસ દ્રારા ફરિયાદ નોંધવામાં આવેલ નહીં. જેથી તમામ ફરિયાદીઓએ એડવોકેટ મારત કોર્ટ ફરિયાદ કરાતા અદાલતે ફરિયાદ રજિસ્ટર લઇ આગળની કાર્યવાહી ચલાવવાનો હત્પકમ કર્યેા છે.
આ કામે ફરિયાદીઓ વતી એડવોકેટ સંજય પંડિત, કમલેશ મોરી, બીનીતા પટેલ વિગેરે રોકાયા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS