આ ડાયરેક્ટર એ જણાવ્યું સુશાંતે હમેશા માટે આપણા દિલમાં રહેવાનો નિર્ણય કર્યો, ટ્વીટર પર આપી ભાવભીની શ્રદ્ધાંજલી

  • June 29, 2020 12:47 PM 269 views

 

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના દુનિયાને અલવિદા કરી દીધું હતું પરંતુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં તેમના મિત્રો તેના ચાહકો અને તેમના સંબંધીઓ હજુ સુધી એ સ્વીકાર કરી રહ્યા નથી, અને રોજબરોજ કોઈ પણ બાબતને લઈને યાદ કરી રહ્યા છે, અને કદી ન ભૂલી શકાય તેવા વિડિયો તેમ જ ફોટો શેર કરી રહ્યા છે.


સુશાંત સિંહ રાજપૂતના જુના વિડીયો અને ફોટો રોજ સામે આવી રહ્યા છે, તેમના ચાહકો ફોટો સોશિયલ મીડિયા પર સતત શેર કરી રહ્યા છે. મોટાભાગના વીડીયો અને ફોટોમાં મસ્તી કરતા તેઓ નજરે પડી રહ્યા છે અને એક જીંદાદિલ વ્યક્તિને જોઇને કોઇ પણ વ્યક્તિ તે માનવા માટે  તૈયાર નથી  કે તેમણે આત્મહત્યા કરી છે.

 

આ જ શ્રેણીમાં તેમના મિત્ર અને કાસ્ટિંગ ડાયરેક્ટર મુકેશ છાબરા એ તેમને યાદ કરી અને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી છે. પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ઇમોશનલ પોસ્ટમાં તેમણે સુશાંતને યાદ કર્યા છે. 

 

જેમાં મુકેશ છાબરાએ લખ્યું છે કે એક છોકરો જે ક્યારેપન તેના ઓડિશનમાં અસફળ નથી થયો અને સ્ક્રીન પર પોતાની પ્રતિભા પડે લાખો લોકો દિલોને જીતી લીધા હતા. તેમણે લાખો લોકોના દિલ જીતી અને આપણા દિલોમાં હમેશા રહેવાનો નિર્ણય કર્યો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application