વિશ્વના ધનકુબેરોની યાદીમાં મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી

  • June 10, 2021 11:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડાયરેકટર મુકેશ અંબાણી વિશ્વના ટોચના ધનિકોની યાદીમાં ટોપ–૧૦માં સ્થાન હાંસલ કરવા તરફ આગળ વધી રહ્યા છે. બીજીતરફ વર્ષ દરમ્યાન દેશમાં સૌથી સફળ રહેલા કારોબારી ગૌતમ અદાણીએ પણ સ્થાનમાં સારો સુધારો મેળવ્યો છે.

 


કોરોનકલમાં અર્થતંત્રને કમરતોડ ફટકો પડો છે પરંતુ ભારતીય શેરબજાર અને કંપનીઓએ આફતમાંથી અવસરની ઉકિતને સાર્થક કરી બતાવી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ના ચેરમેન અને મેનેજિંગ ડાયરેકટર મુકેશ અંબાણી વિશ્વના ટોચના ધનિકોની યાદીમાં ટોપ–૧૦માં સ્થાન હાંસલ કરવા તરફ આગળ વધી રહ્યા છે. બીજીતરફ વર્ષ દરમ્યાન દેશમાં સૌથી સફળ રહેલા કારોબારી ગૌતમ અદાણીએ પણ સ્થાનમાં સારો સુધારો મેળવ્યો છે.

 


રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડાયરેકટર મુકેશ અંબાણી અને અદાણી ગ્રુપના ફાઉન્ડર અને ચેરમેન ગૌતમ અદાણીએ ગ્લોબલ વેલ્થ રેંકિંગમાં ચાઈનિઝ અબજપતિઓને પાછળ છોડી દીધા છે. ધનકુબેરોની યાદીમાં ચીનના સૌથી ધનિક વ્યકિત ણવજ્ઞક્ષલ જવફક્ષતવફક્ષ બંને ગુુ કારોબારીઓએ પાછળ ધકેલી દીધા છે.

 


બ્લુમબર્ગ બીલીયોનેર્સ ઇન્ડેકસ મુજબ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીની સંપત્તિમાં ૮૪ અરબ ડોલર અને ૭૮ અરબ ડોલરનો વધારો થયો છે જેના ચાલતા તે એશિયાના સૌથી ધનવાન કારોબારી બની ગયા છે. આ બંને ગુુ ઉધોગપતિઓ એશિયાના ધનકુબેરોની યાદીમાં શિખરના સ્થાને બિરાજમાન છે જેમણે ચીનના અબજપતિઓ ઝોંગ શેશાનન અને જેક માને યાદીમાં નીચે સરકાવી દીધા છે.

 


બ્લુમબર્ગ બીલીયોનેર્સ ઇન્ડેકસ   મુજબ અંબાણી દુનિયાના ૧૨ માં સૌથી ધનવાન વ્યકિત બન્યા છે યારે અદાણી આ સૂચીમાં ૧૪ માં સ્થાન પર છે. આ સૂચીમાં ૨ લોકોને છોડીને અંબાણીથી ઊપર રહેવા વાળામાં બધા અમેરિકન લોકો છે. યાદીમાં ફ્રાન્સના ફ્રેન્કોઇઝ બેટનકોર્ટ મેયર્સ ૧૦ માં ક્રમે છે જયારે તાજેતરમાં વિશ્વના સૌથી ધનિક વ્યકિતનો થોડા સમય માટે તાજ પહેરનાર ફ્રાન્સના બર્નાર્ડ આર્નાઉલ્ટબીજા ક્રમે છે.

 


ધનિકોની યાદીમાં  ઝોંગ શશન સૌથી ધનવાન ચાઈનીઝ વ્યકિત મુકેશ અંબાણી અને ગૌતમ અદાનીથી પાછળ પડયા છેમાંઝોંગ શશન ૧૫ માં સ્થાન પર સરકયા છે જો કે ગૌતમ અદાણીથી તે ફકત ૧ પાયદાન નીચે છે. અલીબાબાના જેક મા ૨૭ માં સ્થાન પર છે.

 


અન્ય ભારતીયોની વાત કરવામાં આવે તો વિપ્રોના અઝીમ પ્રેમજી આ સૂચીમાં ૪૩ માં ક્રમે અને એચસીએલ ના ફાઉંડર શિવ નડાર ૭૦ માં સ્થાન પર છે. બ્લુમબર્ગ ના અરબપતિઓની આ યાદીમાં ભારતીયોની તુલનામાં ચાઈનીઝ લોકોની સંખ્યા જોકે વધારે છે. ૧૯૦ અરબ ડોલરના સંપત્તિની સાથે આ સૂચીમાં પહેલા સ્થાન પર જેફ બેજોઝ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS