૧૦૦૦ બેડની મ્યુકરમાઇકોસિસ હોસ્પિટલ રાજકોટમાં બનશે

  • May 21, 2021 11:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના પછી મ્યકરમાઈકોસીસના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક હદે થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી કેમ્પસ પર આવેલી સમરસ હોસ્ટેલ માં એકાદ હજાર બેડની ખાસ વ્યવસ્થા કરવામાં આવશે તેમ રાજકોટ જિલ્લા કલેકટર રમયા મોહને જણાવ્યું છે.

 


હાલ મ્યકરમાઈકોસીસના દર્દીઓને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે રાજકોટ ઉપરાંત તેની આસપાસના અન્ય જિલ્લાઓમાંથી અને સૌરાષ્ટ્ર્રભરમાંથી દર્દીઓનું એકધારો પ્રવાહ સારવાર માટે રાજકોટ માં આવતો હોવાથી વ્યવસ્થા વધારવા માટે આ નિર્ણય લેવાયો છે તેમ જણાવતા કલેકટરે કહ્યું હતું કે સમરસ હોસ્ટેલમાં કોરોના દર્દીઓ માટેના બેડ મોટી સંખ્યામાં ખાલી છે આ સ્થળે એક આખો ફલોર ખાલી કરાવીને ત્યાં મ્યકરમાઈકોસીસના દર્દીઓ માટે સારવારની વ્યવસ્થા કરવામાં આવશે.

 


હાલ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ૪૩૦ અને ખાનગી હોસ્પિટલોમાં ૨૦૦ દર્દીઓ મ્યકરમાઈકોસીસની સારવાર લઇ રહ્યા છે ૯૬ દર્દીઓના ઓપરેશન કરવા પડે તેમ છે સિવિલ હોસ્પિટલમાં દરરોજ વધુમાં વધુ આઠ ઓપરેશન થઇ શકે તેવી વ્યવસ્થા છે તે વધારીને ૨૨ સુધી લઈ જવાશે તેમ જણાવતા કલેકટરે ઉમેયુ હતું કે આ માટે ભાવનગરથી આંખના સર્જનની રાજકોટ બદલી કરવામાં આવી છે ખાનગી હોસ્પિટલના સર્જનોનો પણ સહકાર મળી રહ્યો છે.

 


મ્યકરમાઈકોસીસના ના દર્દીઓને સારવારમાં જે ઇન્જેકશન આપવામાં આવે છે તે અત્યાર સુધી માત્ર સરકારી હોસ્પિટલોમાં જ ઉપલબ્ધ હતા અને તેથી સારવાર માટે સરકારી હોસ્પિટલમાં વધુ ભારણ રહ્યું છે. આ ભારણ વિભાજિત કરવા માટે સરકારે ખાનગી હોસ્પિટલોને પણ ઈંજેકશન આપવાનું નિર્ણય લીધો છે અને આજથી જ તેની અમલવારી શ કરવામાં આવશે તેમ પણ કલેકટરે જણાવ્યું હતું. કલેકટરે કહ્યું હતું કે માત્ર હોસ્પિટલોને અમે ઇન્જેકશન આપવાના છીએ આ રોગની સારવાર ઘેર બેઠા ન થઈ શકે તે માટે કોઈ દર્દીઓને વ્યકિતગત રીતે ઇન્જેકશન આપવામાં આવશે નહીં ખાનગી હોસ્પિટલના સંચાલકોએ પણ જરી આધાર પુરાવા સહિત ઇન્જેકશનની ડિમાન્ડ મૂકવાની રહેશે અને ત્યારબાદ તે આપવા બાબતે નિર્ણય લેવામાં આવશે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS