સાંસદ અભયભાઈ ભારદ્વાજના શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું : અ'વાદના ડોક્ટરોએ જણાવી સ્થિતિ

  • September 15, 2020 09:01 PM 557 views

રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની તબીયત કોરોનાની સારવાર દરમિયાન કથળી છે. તેઓ છેલ્લા 16 દિવસ સારવાર હેઠળ છે. તેઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. પરંતુ આજે તેમની હાલત અત્યંત ગંભીર બનતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સુચના પર અમદાવાદથી ત્રણ ડોક્ટરને ખાસ ચાર્ટર્ડ પ્લેનમાં રાજકોટ મોકલવામાં આવ્યા હતા. અમદાવાદના ત્રણ ડોક્ટર સાથે કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા પણ રાજકોટ આવ્યા હતા. 

 

અમદાવાદથી આવેલા ડો. અતુલ પટેલ, ડો. તુષાર પટેલ અને ડો.આનંદ શુક્લએ અભય ભારદ્વાજની તપાસ કરી હતી. તપાસ બાદ તેમણે પત્રકારોને સંબોધ્યા હતા જેમાં ડો. અતુલ પટેલે જણાવ્યું હતું કે, અભય ભારદ્વાજના શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું છે અને કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધારે છે. આ સાથે જ શરીરમાં લોહીના ગઠ્ઠા જામી ગયા હોવાથી સ્થિતિ સ્ટેબલ નથી. તેમની રોગ પ્રતિકારક શક્તિ પણ ઘટી છે. ઓક્સિજન લોહીમાં પહોંચતું નથી. આથી તેમની સારવાર મશીનથી કરવામાં આવશે. અમદાવાદથી આવેલા ડોક્ટરોએ સિવિલ હોસ્પિટલના તબીબો સાથે પણ અભયભાઈની તબીયત અંગે ચર્ચા કરી હતી.

 

ડોક્ટરોના જણાવ્યાનુસાર અભયભાઈ ભારદ્વાજની લોહીની નળી જે ફેફસાંની અંદર બંધ થાય છે તેને ખોલવા માટે અહીંના તમામ ડોક્ટરે પ્રયત્ન કર્યા હતા. લોહી પાતળુ કરવા માટે દવા અને ઇન્જેક્શન પણ આપવામાં આવ્યા છે હવે તેમને જરૂર પડશે તો મશીન પણ તૈયાર રાખવામાં આવશે.

 
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application