દેવભુમિ દ્રારકાના નિવૃત શિક્ષણાધિકારીનું નિધન થતાં શોક

  • June 29, 2020 02:57 PM 201 views

રાણાવાવના પાદરડી ગામે શિક્ષકમાંથી જિલ્લા શિક્ષણાધિકારીના પદ સુધી પહોંચેલા શિક્ષણપ્રેમીને હૃદયરોગનો હત્પમલો જીવલેણ નિવડયો છે અને તેમનું નિધન થયું છે.
રાણાવાવ તાલુકાના પાદરડી ઘેડ ગામના હાજાભાઇ રામભાઇ ચાવડા ઉ.વ. પ૮ નું હાર્ટએટેકથી નિધન થતાં પોરબંદર સહિત ઘેડ પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. સદગત વિસાવાડાની એચ.જે.કે. હાઇસ્કુલમાં શિક્ષક તરીકે ભરતી થઇ કારીકીર્દીનો પ્રારભં કરેલો. ગુજરાત જાહેર સેવા આયોગની વર્ગ–રની પરીક્ષા પાસ કરતા પોરબંદરની સરકારી કુતિયાણા હાઇસ્કુલના આચાર્યપદે નિમણુકં પામ્યા હતા. બાદ પ્રમોશન મળતા જિલ્લા શિક્ષણાધિકારી તરીકે જુનાગઢ, ખેડા, બોટાદ તેમજ દેવભૂમિ દ્રારિકા જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારી તરીકે ફરજ બજાવી હમણા જ નિવૃત થયેલા. થોડો સમય પોરબંદરના જિલ્લા શિક્ષણાધિકારી તરીકે ચાર્જમાં પણ રહ્યા હતા.


સદગત વહીવટી અને શિક્ષણપર મજબૂત પકડ ધરાવતા હતા, આથી ગુજરાત રાજયમાં અધિકારી વર્ગમાં લોકપ્રિય હતા. મિલનસાર, માયાળુ, પરગજુ સ્વભાવના કારણે પોરબંદર જિલ્લા સહિત ઘેડપંથકના લોકોમાં આદરભર્યુ સ્થાન ધરાવતા હતા. સદગતના નિધન નિમિતે માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટના પ્રમુખ ડો. વિરમભાઇ ગોાઢણીયા, એકટીવ ટ્રસ્ટી ભરતભાઇ વિસાણા, બી.એડ. કોલેજના ડાયરેકટર અને જાણીતા કેળવણીકાર ડો.એ.આર. ભરડા, ગલ્ર્સ હાઇસ્કુલના આચાર્ય શ્ર્વેતાબેન રાવલ, બી.એડ. કોલેજના પ્રિન્સીપાલ ડો. હિનાબેન ઓડેદરા સહિત ગોઢાણીયા પરિવારે બે મીનીટનું મૌન પાડી સદગતને અંજલિ અર્પણ કરાઇ હતી


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application