જી.જી. હોસ્પિટલના પાર્કિંગમાંથી મોટરસાયકલની ચોરી કરનાર રીક્ષા ચાલક સહિત બે તસ્કરો પકડાયા

  • April 22, 2023 02:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના પાર્કિંગમાંથી એક બાઇકની ચોરી થઈ ગઈ હતી. જે બાઈક ની ચોરી કરનાર એક રીક્ષા ચાલક સહિતના બે તસ્કરોને સિટી બી. ડિવિઝન પોલીસે પોકેટ કોપ તેમજ ઇ-ગુજકોપ એપ્લિકેશન ની મદદથી શોધી કાઢ્યા હતા, અને ચોરાઉ બાઈક કબ્જે કર્યું છે



 આ દરોડાની વિગત એવી છે કે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાંથી તાજેતરમાં જીજે ૧૦ સી. ક્યુ. ૯૧૫૦ નંબરનું બાઈક ચોરી થઈ ગયું હતું. જે અંગે સીટી બી. ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ હતી.


 દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.પી. ઝાલા તથા પી.એસ.આઇ. ડી.એસ. વાઢેર અને તેમની ટીમેં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા, તેમ જ પોકેટકોપ તથા ઇ-ગુજકોપ એપ્લિકેશનની મદદથી જુદા જુદા સીસીટીવી કેમેરાઓ વગેરેની તપાસના અંતે જામનગરમાં સંકર ટેકરી સુભાષ પાર્ક વિસ્તારમાં રહેતા અને રિક્ષા ડ્રાઇવિંગ કરતા પિયુષ મંછાભાઈ રાઠોડ તેમજ શંકર ટેકરી ડાંગરવાડા શેરી નંબર ૩૧ માં રહેતા હાર્દિક પ્રેમજીભાઈ રાઠોડ ને પકડી પાડ્યા હતા, અને તેઓ પાસેથી ૩૫,૦૦૦ ની કિંમત નું ચોરાઉ મોટર સાયકલ કબજે કરી લીધું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application