ગણેશ મહોત્સવ પૂર્વે મોતિચુર લાડુના સેમ્પલ લેવાયા: ૨૯ કિલોગ્રામ અખાદ્ય પદાર્થનો નાશ

  • September 09, 2021 04:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકા દ્વારા ગણેશ મહોત્સવ પૂર્વે છ દુકાનોમાંથી મોતીચુર લાડુના સેમ્પલ લેવાયા હતા તેમજ વિવિધ સ્થળોએ ચેકિંગ કરી ૨૯ કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરાયો હતો.

 

મહાપાલિકાના અધિકારી સૂત્રોએ વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ વિવિધ સ્થળોએથી નમૂના લેવામાં આવ્યા હતા જેમાં (૧) મોતિચુરના લાડુ (લુઝ) સ્થળ: ખેતેશ્વર સ્વીટ, સુભાષનગર મે. રોડ, કેશવ વિદ્યાલય પાસે, કોઠારીયા રોડ (૨ ) મોતિચુરના લાડુ (લુઝ) સ્થળ:- શિવશક્તિ ગૃહ ઉદ્યોગ, ન્યુ સૂર્યોદય સોસાયટી, માધવ હોલ પાસે (૩) મોતિચુરના લાડુ (લુઝ) સ્થળ:- સાક્ષી ગૃહ ઉદ્યોગ, તિરૂપતિ સોસાયટી શેરી નં. ૨, કોઠારીયા ચોકડી, કોઠારીયા ર્રીંગ રોડ (૪) મોતિચુરના લાડુ (લુઝ) સ્થળ:- ગજાનન સોનપાપડી ગૃહ ઉદ્યોગ, ગણેશનગર શેરી નં.૧૦, ગણેશ ડેરીની બાજુમાં, કોઠારીંયા રીંગ રોડ (૫) મોતિચુરના લાડુ (લુઝ) સ્થળ:- જય બાલાજી ગૃહ ઉદ્યોગ, શાસ્ત્રીનગર ૧૯/૬ કોર્નર, રામાપીર ચોકડી, ૧૫૦' રીંગ રોડ (૬) મોતિચુરના લાડુ (લુઝ) સ્થળ:- શિવશક્તિ ગૃહ ઉદ્યોગ, મવડી પ્લોટ - ૪, રેલ્વે પાટા તરફની શેરી, મવડી પ્લોટ સહિતનો સમાવેશ થાય છે.

 

મહાપાલિકાના સૂત્રોએ ઉમેર્યું હતું કે કોઠારીયા રોડ વિસ્તારમાં રેંકડી તથા દુકાનોમાં થતા ખાદ્યચીજોની ચકાસણી હાથ ધરવામાં આવેલ કુલ ૧૧ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ. ચકાસણી દરમ્યાન વાસી અખાદ્ય કુલ ૭ લી.પાણીપુરીનું પાણી, વાસી ૯ કિ.ગ્રા. બટેટા, ૭ કિ.ગ્રા. સોસ, ૬ કિ.ગ્રા. વાસી મંચુરીયનનો સ્થળ પર નાશ કરવામાં આવેલ. આ કામગીરીમાં મહાકાલી પાણીપુરી, હુડકો પોલીસ ચોકી સામેથી ૪ કિ.ગ્રા. વાસી બટેટા, ક્રિષ્ના મારવાડી પાણીપુરી હુડકો પોલીસ ચોકી સામેથી ૫ કિ.ગ્રા. વાસી બટેટા, રાજુ પાણીપુરી, હુડકો પોલીસ ચોકી સામેથી ૭ લીટર પાણીપુરીનું પાણી, જય ગોપાલ ઘુઘરા, હરિધવા રોડથી ૭ કિ.ગ્રા. વાસી સોસ, રીચ ટેસ્ટ ચાઇનીઝ પંજાબી હરિધવા રોડથી ૬ કિ.ગ્રા. મંચુરીયન સહિતના સ્થળોએથી ઉપરોક્ત મુજબના અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS