ઉત્તર પ્રદેશના આગ્રામાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં સાસુને તેની વહુ સાથે પ્રેમ થઈ ગયો. આરોપ છે કે સાસુએ પુત્રવધૂ સાથે શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું અને એક મહિના સુધી તેને રૂમમાં બંધ રાખી હતી. આ સાથે જ આ મામલે ફરિયાદ મળ્યા બાદ જગદીશપુર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.
આ મામલે પુત્રવધૂએ પોલીસમાં ફરિયાદ કરી છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે તેના લગ્ન ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં વર્ષ 2022માં થયા હતા. લગ્ન બાદ તેણીને વિવિધ રીતે હેરાન-પરેશાન કરવા લાગ્યા હતા. મહિલાનો આરોપ છે કે તેની સાસુ તેના પર શારીરિક સંબંધ બાંધવા માટે વિવિધ રીતે દબાણ કરે છે. જ્યારે સંબંધ બંધાયો ન હતો ત્યારે તેના પર બ્લેડ વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે તેના હાથ કપાઈ ગયા હતા.
મહિલાએ તેના દિયર પર પણ આરોપ લગાવ્યો છે, જેમાં તેણે કહ્યું છે કે તેણે તેના તમામ કપડાં છીનવી લીધા હતા, જેના કારણે તેને લગભગ એક મહિના સુધી એક જ ડ્રેસમાં રહેવું પડ્યું હતું. આ દરમિયાન તે ઘરના એક રૂમમાં બંધ હતી. મહિલાનો આરોપ છે કે તેની પાસેથી દહેજની માંગણી કરવામાં આવી હતી અને તેને હેરાન કરવામાં આવી હતી. એટલું જ નહિ તેણીએ આરોપ લાગાવ્યો છે કે પૈસા માંતે તેના પતિએ કેટલાક મિત્રો સાથે શારીરિક સંબંધ બાંધવા પણ દબાણ કર્યું હતું.
ફરિયાદમાં મહિલાએ વધુમાં જણાવ્યું છે કે તેને વર્ષ 2023માં એક પુત્રનો જન્મ થયો હતો. પતિએ પુત્રને નાજાયસ માનીને તેને ખરાબ રીતે માર્યો. લડાઈ બાદ તેને ઘરમાંથી કાઢી મુકવામાં આવી હતી. આ દરમિયાન પાડોશીઓની દરમિયાનગીરી બાદ તેને ફરીથી ઘરમાં રાખવામાં આવી હતી. વર્ષ 2023માં જ્યારે મહિલાના પિતા તેને મળવા આવ્યા ત્યારે તે તેના પિતા સાથે તેના માતા-પિતાના ઘરે જતી રહી.
મહિલાએ કહ્યું કે થોડા સમય પછી તેના સાસરિયાઓએ મને અને મારા પિતાને સમાધાન માટે બોલાવ્યા. આ અંગે તેણી તેના પિતા સાથે સમજૂતી કરવા સાસરે ગઈ હતી. તેના સાસરિયાના ઘરે વાતચીત દરમિયાન તેને માર મારતા તે પરત તેના પિતાના ઘરે આવી. આ ઘટના 7 જૂનની છે, હવે આ મામલે જગદીશપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેના આધારે પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન્સ ટ્રોફી-2025નું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો ક્યારે રમાશે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ
December 24, 2024 05:57 PMનાસાના પાર્કરે રચ્યો ઇતિહાસ, સૂર્યની સૌથી નજીક પહોંચનાર પ્રથમ અવકાશયાન બન્યું
December 24, 2024 05:38 PM'દારૂ પીધા પછી બંધારણ લખાયું હશે', અરવિંદ કેજરીવાલના આ વિડિયોને લઈને પોલીસ કેસ
December 24, 2024 05:33 PM'એસીપી મારા વિશે જૂઠાણું ફેલાવે છે', જાણો અલ્લુ અર્જુને પૂછપરછમાં શું જવાબ આપ્યા
December 24, 2024 05:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech