13 દિવસની પુત્રીને નોંધારી મુકી માતાએ કરી લીધી આત્મહત્યા

  • July 28, 2021 09:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહુવાના મોટી વડાલ ગામની વતની પરિણીતાને પતિ અને સાસરીયા દ્વારા ત્રાસ અપાતા પગલું ભર્યાની ફરિયાદ

 

 

કતારગામમાં રહેતા મિકેનિકલ એન્જિનિયરની પત્નીએ પતિ અને સાસરિયાના ત્રાસથી કંટાળીને ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું. પતિ અને સાસરિયા દ્વારા ગેરવર્તણૂક કરવાની સાથે ચારિત્ર્ય અંગે પણ અવાર નવાર શંકા વ્યક્ત કરાતી હોવાથી મૂળ ભાવનગર જિલ્લાના મોટી વડાલ ગામની રહેવાસી આ પરિણીતાએ પગલું ભર્યું હોવાનો પિયર પક્ષ દ્વારા આક્ષેપ કરાયો છે.

 

 

ભાવનગરના મહુવા તાલુકાના મોટીવડાલ ગામના વતની અને હાલ કતારગામ લલિતા ચોકડી નજીક સંતોષીનગર સોસાયટીમાં રહેતા 22 વર્ષીય હેતલબેન હિરેનભાઈ દેવળીયાએ મંગળવારે સાંજે પોતાના ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. હેતલબેનના ભાઈએ જણાવ્યું હતું કે હેતલબેનના પતિ હિરેનભાઈ મિકેનિકલ એન્જિનિયર તરીકે હૈદરાબાદમાં નોકરી કરે છે. છેલ્લા ત્રણ મહિનાથી તેઓ ઘરેથી જ કામકાજ કરે છે. હેતલબેને 13 દિવસ પહેલા જ એક દીકરીને જન્મ આપ્યો હતો. હેતલબેનનો પતિ અને સાસરિયા ગેરવર્તણુક કરતા હતા. હિરેનભાઈએ તો હેતલના પરિવારને જણાવ્યું કે તેઓ તેમની દીકરીને અને તેના કરિયાવરને ઘરે લઈ જાય અને તેના બીજા સાથે લગ્ન કરાવી દે.  હિરેનભાઈના પિતા હેતલબેનના પરિવારને ફોન કરીને જણાવ્યું કે તમે તમારી દીકરીને ક્યારે લઈ જશો ? ત્યારે પરિવાર કહ્યું કે તેણીની મમ્મી અને નાનો ભાઈ તેમને બપોરના સમયે આવીને લઈ જશે. જ્યારે મમ્મી અને તેમનો નાનો ભાઈ તેમને લેવા ઘરે ગયા ત્યારે હેતલબેન ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. પિયરના ગંભીર આક્ષેપો બાદ કતારગામ પોલીસે હાલ અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 
 

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS