Good News... મોટાભાગની રસીઓ બાળકો અને વયસ્કો માટે સુરક્ષિત, વર્ષો સુધી શરીરમાં ઇમ્યુનિટી જળવાયેલી રહેશે

  • May 29, 2021 11:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બાળકો પર કોરોનાવાયરસ વિરોધી રસી ના પ્રયોગની સંભાવનાઓ વચ્ચે એક નવી આશા પેદા કરતો અહેવાલ આવ્યો છે અને મોટાભાગના વૈજ્ઞાનિકો એ પોતાના અભ્યાસ બાદ એવી ખાતરી ઉચ્ચારી છે કે મોટાભાગની રસિ બાળકો અને વયસ્કો માટે ખૂબ જ સુરક્ષિત છે અને તેમના માટે અત્યંત ફાયદાકારક રહેશે.

 

વૈજ્ઞાનિકોએ પોતાના અભ્યાસ બાદ એમ જાહેર કર્યું છે કે અલગ અલગ પ્રકારની રસી લેવાથી વર્ષો સુધી શરીરમાં ઇમ્યુનિટી જળવાયેલી રહેશે તેમાં કોઇ શંકા કરવા જેવું નથી અને રસી ની કોઈ ગંભીર આડઅસર થતી નથી. રસી અંગે જે ખોટી વાતો ફેલાવવામાં આવે છે તેનો રદિયો વૈજ્ઞાનિકોએ આપી દીધો છે.

 

વૈજ્ઞાનિકોએ ઈનફલુએનઝા,ટીટેનસ,મીઝલસ વગેરે પર નિયંત્રણ માટે લગાવવામાં આવતી રસી અંગેના 300થી વધુ અભ્યાસ કર્યા છે અને તેનું સચોટ વિશ્લેષણ જાહેર કર્યું છે અને તેના પરથી એ બધી હકીકત સ્પષ્ટ થાય છે કે આ બધી રસી બાળકોનાં શરીરમાં કોઈ ખતરો પેદા કરતી નથી.

 

નવા અભ્યાસમાં એવું પણ બહાર આવ્યું છે કે કોરોના ની વિરુદ્ધ શરીરમાં બનતી ઇમ્યુનિટી અનેક વર્ષો સુધી અસરકારક રહે છે અને કોરોનાવાયરસ સામે પૂરેપૂરી સુરક્ષા મળી રહે છે અને અન્ય રોગ સામે લડવાની તાકાત પણ મળી જાય છે.

 

આ પહેલા એવા રિપોર્ટ બહાર આવ્યા હતા કે થોડાક સમય માટે જ શરીરમાં ઇમ્યુનિટી રહે છે અને પછી શરીરમાંથી તે ગાયબ થઈ જાય છે પરંતુ વૈજ્ઞાનિકોએ આ હકીકતને નકારી દીધી છે અને એમ જાહેર કર્યું છે કે વર્ષો સુધી શરીરમાં ઇમ્યુનિટી રહેજ છે અને તે સત્ય છે.

 

રસી લેવામાં હિચકિચાટ અનુભવતા લોકો માટે વૈજ્ઞાનિકો નો અહેવાલ રાહત આપનારો છે અને એમના તમામ ભય દૂર કરે છે. લોકોએ રસી લેવામાં કોઈ પણ જાતનો વિલંબ કરવો જોઈએ નહીં તેવો સંદેશ પણ આ અહેવાલથી મળી રહ્યો છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021